એપશહેર

'બબીતા જી' થી લઈને 'ડો. હાથી' સુધી, હજુ પણ કુંવારા છે 'તારક મેહતા..'ના આ 5 સ્ટાર્સ

'તારક મેહતા...'ના બબીતા જી અને અય્યર બંને રિયલ લાઈફમાં આજે પણ સિંગલ છે

I am Gujarat 13 Aug 2020, 4:17 pm
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી દુનિયાનો સૌથી પોપ્યુલર કોમેડી શો બની ચૂક્યો છે. ભારતીય ટીવીનો સૌથી લાંબા સમય સુધી ચાલનારો આ શો બાળકોથી લઈને વડીલોની પહેલી પસંદ બનેલો છે. તેમાં કામ કરતા કલાકારો પોતાના અસલી નામ કરતા પોતાના પાત્રના નામથી વધારે ઓળખાય છે. જેમ કે,' જેઠાલાલ', 'બાઘા', 'બબીતાજી', 'બાબૂજી' અને 'દયા બેન' જેમની એક અલગ જ ઓળખ બની ચૂકી છે. શોમાં તમે વર્ષોથી આ કપલને જોતા હશો પરંતુ હકીકતમાં આ કલાકારો આજે પણ પોતાના સાચા પ્રેમની શોધમાં છે.
I am Gujarat taarak mehta stars who are single or unmarried
'બબીતા જી' થી લઈને 'ડો. હાથી' સુધી, હજુ પણ કુંવારા છે 'તારક મેહતા..'ના આ 5 સ્ટાર્સ


રિયલ લાઈફમાં સિંગલ છે 'મિસિસ તારક મેહતા'

શોમાં મિસિસ અંજલિ તારક મેહતાનો રોલ પ્લે કરતી નેહા મેહતા રિયલ લાઈફમાં સિંગલ છે. તેમણે આજસુધી લગ્ન કર્યા નથી. તે હાલ 42 વર્ષની છે.

'બબીતા જી'

શોમાં 'બબીતા જી'ના પાત્રથી ફેમસ બનેલી મુનમુન દત્તા રીલ લાઈફમાં મિસિસ અય્યરનો રોલ પ્લે કરી રહી છે. રિયલ લાઈફમાં તે 32 વર્ષે પણ સિંગલ છે. તેણે 2004માં પોતાની એક્ટિંગની શરૂઆત કરી. તેમણે ટીવી ઉપરાંત બોલિવૂડમાં પણ કામ કર્યું છે.

'ડો. હાથી'

ડો. હાથી એટલે કે નિર્મલ સોનીને પણ હજુ સુધી તેમને લાઈફ પાર્ટનર મળી નથી. તેઓ પણ હજુ સિંગલ છે.

'મિ.અય્યર'

'તારક મેહતા...'માં બબીતા જી ના પતિ એટલે કે કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યરનો રોલ પ્લે કરનારા તનુજ મહાશબ્દે પણ રિયલ લાઈફમાં હજુ સુધી સિંગલ છે. તનુજે 2003માં ક્રાઈમ ટીવી શો 'CID'થી કરિયરની શરૂઆત કરી છે.

'રોશન સિંહ સોઢી'

રોશન સિંહ સોઢીનું પાત્ર નિભાવતા ગુરુચરણ સિંહ પણ રિયલ લાઈફમાં કુંવારા છે. તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી અને લાઈફ પાર્ટનરની શોધમાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો