એપશહેર

શું એક્ટ્રેસ શ્વેતા તિવારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો?

શ્વેતાએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેના કોઈ સમાચાર નથી તો ઇન્ડસ્ટ્રીમાં થતી ચર્ચાને એક્ટ્રેસે ફગાવી પણ નથી.

TNN 23 Sep 2020, 11:55 am
ટીવીની દુનિયામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે એક્ટ્રેસ શ્વેતા તિવારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ એક્ટ્રેસ ટીવી શો મેરે ડેડ કી દુલ્હનમાં લીડ રોલ ભજવી રહી છે. શ્વેતાએ અમારા કોલ અથવા મેસેજનો કોઈ પ્રત્યુતર આફ્યો નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે 'થોડા સમયથી પોતાને જ ઠીક ન હોય તેવું લાગતા શ્વેતાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે બાદ તેના કોઈ ન્યુઝ નથી. જોકે એવી ચર્ચાઓ થઈ રહી છે કે શ્વેતા પોઝિટિવ આવી છે પરંતુ તેણે આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. તો મેરે ડેડ કી દુલ્હન શોના પ્રોડક્શન હાઉસે પણ આ બાબતે મૌન ધારણ કરી લીધું છે. તેથી હાલ તે સ્પષ્ટ નથી કે શ્વેતા તિવારી કોરોના પોઝિટિવ છે કે નહીં.'
I am Gujarat theres buzz that actress shweta tiwari has tested positive for coronavirus
શું એક્ટ્રેસ શ્વેતા તિવારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો?


આ દરમિયાન શોનું શૂટિંગ ચાલી જ રહ્યું છે. અમે પ્રોડ્યુસર ટોની અને દીયા સિંહને પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે પણ અમારા ફોન અથવા મેસેજિસનો કોઈ જવાબ આપ્યો નથી.

શ્વેતા આ શોમાં ગુનીત નામની મહિલાનો રોલ કરે છે જેના લગ્ન અમ્બર શર્મા(વરુણ બડોલા) સાથે થવા જઈ રહ્યા છે. આ ટીવી શોની વાર્તા કેવી રીતે દીકરીએ પોતાના પિતા માટે એક પરફેક્ટ મેચ શોધી તેની આજુબાજુ ફરે છે. શિયા શર્મા(અંજલી તતરારી) પોતાના પિતા માટે અંતે ગુનીતમાં રાઈટ ચોઇસ મળી

મહત્વનું છે કે છેલ્લા થોડા મહિનામાં ઘણા ટીવી એક્ટર અને એક્ટ્રેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમ કે પાર્થ સમન્થા જે કસૌટી ઝીંદગી કી-2માં લીડ રોલ કરે છે ગત મહિને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતો. જુલાઈમાં શ્રેણુ પરિખ પણ પોઝિટિવ આવી હતી. જ્યારે તાજેતરમાં હિમાની શિવપુરી, રાજેશ કુમાર, સારા ખાન, રાજેશ્વરી સચદેવ, સચીન ત્યાગી સહિતના કલાકાર કોરોના પોઝિટિવ આવ્યા છે.

જોકે શ્વેતા કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવી છે કે નેગેટિવ તે ચર્ચામાં સાચો જવાબ તો શ્વેતા જ આપી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો