એપશહેર

રવિના ટંડન, ફરાહ ખાન અને કોમેડિયન ભારતી વિરુદ્ધ નોંધાઈ ત્રીજી પોલીસ ફરિયાદ

Yogesh Gajjar | I am Gujarat 5 Jan 2020, 10:16 am
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન, ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન અને કોમેડિયન ભારતી સિંહ વિરુદ્ધ એક ટીવી કાર્યક્રમમાં એક સમુદાયની ધાર્મિક ભાવનાઓને કથિત રૂપે દુઃખ પહોંચાડવાના આરોપમાં શનિવારે પંજાબમાં વધુ એક ફરિયાદ દાખલ કરાઈ. SSP સ્વપન શર્માએ જણાવ્યું કે ‘ઓલ ઈન્ડિયા ક્રિશ્ચિયન વેલફેર ફ્રંટ’ના અધ્યક્ષ ચરણ મસીહની ફરિયાદ પર ત્રણેય વિરુદ્ધ IPCની કલમ 295-A અંતર્ગત મામલો દાખલ કરાયો છે. આ ત્રણેય વિરુદ્ધ પંજાબના ફિરોઝપુર અને અમૃતસરમાં પણ તે જ આરોપ હેઠળ મામલો દાખલ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: એસએસપી શર્માએ કહ્યું કે, તેઓ આગળની કાર્યવાહી માટે અન્ય જિલ્લાના પોલીસ પ્રમુખ સાથે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું, ત્રણેય વ્યક્તિઓ વિરુદ્ધ આગળની કોઈ કાર્યવાહી કરતા પહેલા પોલીસ જાણકારી એકઠી કરશે અને ટેલિવિઝન કાર્યક્રમનો વિડીયો જોશે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પ્રસારિત કાર્યક્રમમાં તેમની વિરુદ્ધ મહારાષ્ટ્રના બીડ શહેરમાં પણ ફરિયાદ થઈ હતી. પાછલા અઠવાડિયે ફરાહ ખાને આ મામલે માફી માગી હતી. ફરાહે ટ્વીટ કહ્યું હતું કે, હું બધા ધર્મોનું સન્માન કરું છું અને મારો ઉદ્દેશ્ય કોઈનો અનાદર કરવાનો ક્યારેય નહીં હોય. આખી ટીમ રવિના ટંડન, ભારતી સિંહ અને પોતે પોતાના તરફથી પ્રામાણિક રીતે માફી માંગીએ છીએ. રવિનાએ પણ ટ્વીટ કર્યું, મેં એવા શબ્દો નથી કહ્યા જેનાથી કોઈ ધર્મના અપમાન તરીકે સમજાઈ શકે. અમારા ત્રણેયનું ક્યારેય કોઈનું અપમાન કરવાનો ઈરાદો નહોતો. પરંતુ જો અમે કર્યું છે તો અમે બધા પ્રમાણિક પણે તે લોકોની માફી માંગીએ છીએ જેમને દુઃખ પહોંચ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો