એપશહેર

TMKOC: કાળા બજારી કરતાં શખ્સને મળવા નીકળ્યા ડૉ. હાથી પણ પોપટલાલના ફોને ખોલી પોલ!

સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં હાલ કાળા બજારી કરતાં શખ્સોને પકડવા માટે પોપટલાલ, ડૉ. હાથી અને ભારતી 'મિશન કાલા કૌઆ' પર છે. ડૉ. હાથી ડૉ. માલપાની બનીને ડીલ કરવાના છે.

I am Gujarat 12 May 2021, 11:46 am

હાઈલાઈટ્સ:

  • ડૉ. માલપાની સ્વિમિંગ પુલમાં પડી જતાં નકલી દાઢી-મૂછ નીકળી ગઈ.
  • દીપ્તિને ડૉ. માલપાની પર શંકા છે પણ તેનો બોસ ડીલ કરવા માટે ઉત્સુક છે.
  • પોપટલાલ અને ભારતી પિતા-પુત્રીના વેશમાં રિસોર્ટમાં ફરી રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat tmkoc update 11-5
કોરોના મહામારી દરમિયાન કાળા બજારીઓએ માઝા મૂકી છે. આજકાલ આવા ઘણાં કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પણ આ જ મુદ્દો બતાવાઈ રહ્યો છે. તૂફાન એક્સપ્રેસનો પત્રકાર પોપટલાલ ડૉ. હાથી અને ભારતીની મદદથી કાળા બજારીઓને પકડવાના મિશન પર છે. 'મિશન કાલા કૌઆ' માટે ભારતી, પોપટલાલ અને ડૉ. હાથી વેશ બદલીને એક રિસોર્ટમાં પહોંચી ગયા છે અને અહીં તેમની મુલાકાત દવાઓનો કાળો વેપાર કરતાં મુખ્ય વ્યક્તિ સાથે થવાની છે.
'તારક મહેતા...'ના લેટેસ્ટ એપિસોડ મુજબ, ડૉ. માલપાની બનીને ડૉ. હાથી મુખ્ય સૂત્રધારને મળવા જતા હોય છે ત્યારે તેઓ સ્વિમિંગ પુલમાં પડી જાય છે અને તેમની નકલી દાઢી-મૂછ નીકળી જાય છે. આ જોઈને ત્યાં હાજર લોકો ડૉ. હાથીની મજાક ઉડાવે છે. એક વેઈટર ડૉ. હાથીને પૂછે પણ છે કે તેમણે નકલી દાઢી-મૂછ કેમ લગાવી હતી. ત્યારે ગભરાયેલા ડૉ. હાથી બચાવમાં કહે છે કે, તેમની દાઢી-મૂછ ઊઘતી નથી માટે તેઓ નકલી લગાવે છે.

Indian Idol 12: અમિત કુમારની નારાજગી બાદ શોના બચાવમાં આવ્યો આદિત્ય નારાયણ

આ દરમિયાન કાળા બજારીની સાગરિત અને રૂમ અટેન્ડન્ટ દીપ્તિ ડૉ. માલપાનીની નકલી દાઢી-મૂછ વિશે બોસને જાણ કરે છે. સાથે જ કહે છે કે, ડૉ. માલપાની શંકાસ્પદ લાગી રહ્યા છે. જો કે, મુખ્ય સૂત્રધાર ડૉ. માલપાનીને મળવાની ઈચ્છા દર્શાવે છે અને તેને પાર્કિંગ 2માં આવવાનું કહે છે. જે બાદ દીપ્તિ બોસના ઓર્ડર મુજબ એક બાળક પાસે ડૉ. માલપાનીને ચિઠ્ઠી મોકલાવે છે, જેમાં પાર્કિંગ 2માં મળવાનું લખ્યું હોય છે.

આ તરફ પોપટલાલ અને ભારતી કે જેઓ પિતા-પુત્રીના વેશમાં રિસોર્ટમાં ફરી રહ્યા છે તેઓ ડૉ. હાથીને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢવા માટે ધાબેથી નીચે આવવા નીકળ્યા છે. વચ્ચે અમુક અવરોધ આવે છે તેને જેમ-તેમ પાર કરીને તેઓ સ્વિમિંગ પુલ સુધી પહોંચે છે. ત્યાં તેમને વેઈટર જાણકારી આપે છે કે, ડૉ. માલપાનીને બહાર કાઢી લીધા છે પરંતુ તેમની નકલી દાઢી-મૂછ નીકળી ગઈ છે. આ સાંભળીને તેઓ ટેન્શનમાં આવી જાય છે અને ડૉ. હાથી પોતાના રૂમમાં ગયા હશે તેમ માનીને તેમની મદદ માટે ત્યાં જાય છે. સાથે જ પોપટલાલ અને ભારતીને એ પણ ચિંતા છે કે ક્યાંક મીટિંગ કેન્સલ ના થઈ જાય અને તેમના પ્લાન પર પાણીના ફરી વળે.

આ તરફ ડૉ. હાથી પેલા કાળા બજારી કરતાં શખ્સને મળવા પાર્કિંગ તરફ જતા હોય છે ત્યારે એક શખ્સ તેમને મળે છે જે તેમને બોસ સુધી લઈ જવા આવે છે. ડૉ. હાથીને ટેન્શન છે કે, તે આ વાત પોપટલાલ સુધી કેવી રીતે પહોંચાડશે. ડૉ. હાથી એકવાર ફોન કાઢીને પોપટલાલને મેસેજ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ પેલો શખ્સ જોઈ જાય છે અને એ પ્લાન ફેઈલ થઈ જાય છે. ત્યારબાદ રસ્તામાં ડૉ. હાથીને વેઈટર મળે છે અને તેના દ્વારા સંદેશો મોકલવાનો પ્રયાસ કરે છે પરંતુ એ આઈડિયા પણ કામ નથી લાગતો.

ઘરમાં 'ચુલબુલ પાંડે'ની જેમ નથી રહી શકતો સલમાન ખાન, કહ્યું 'પપ્પા મને ફટકારશે'

બીજી તરફ દીપ્તિને ડૉ. માલપાની પર શંકા હોવાથી પોતાના બોસને કહે છે કે, આ ડીલ કેન્સલ કરી દો કારણકે તે પત્રકાર અથવા પોલીસના વ્યક્તિ હોઈ શકે છે. ત્યારે તેનો બોસ કહે છે કે, તું નકારાત્મક બાજુ કેમ જોવે છે. આપણું જ ઉદાહરણ લઈ લે આપણે દવા લાવીએ છીએ ક્યાંથી, વેચીએ છીએ કેવી રીતે, ડિલિવરી ક્યાં કરીએ છીએ અને છેલ્લે પેમેન્ટ કેવી રીતે લઈએ છીએ. આ ધંધામાં રિસ્ક હોવાથી બની શકે કે ડૉ. માલપાનીએ નકલી દાઢી-મૂછ લગાવી હોય. સાથે પોતાને ખૂબ ચાલાક ગણાવે છે અને ડૉ. માલપાનીને કેવી રીતે હેન્ડલ કરવા તેની બરાબર ખબર છે તેમ કહે છે.

પોપટલાલ અને ભારતીને ડૉ. હાથી રૂમમાં નથી મળતા એટલે તેઓ રિસોર્ટમાં તેમને શોધવા માટે ભટકી રહ્યા છે. બીજી તરફ પેલો શખ્સ ડૉ. માલપાનીને લઈને પાર્કિંગમાં પહોંચી જાય છે અને પેલો કાળા બજારી કરનાર શખ્સ પણ ત્યાં આવી પહોંચે છે. જો કે, ઊંધો ફરીને ઊભો હોવાથી ડૉ. હાથીએ તેનો ચહેરો નથી જોયો. હવે આગામી એપિસોડમાં જોશો કે, પોપટલાલ ડૉ. માલપાની બનેલા ડૉ. હાથી સાથે વાત કરે છે. ડૉ. હાથી ડીલર સાથે છે એ વાતથી અજાણ પોપટલાલ ફોન પર તેમને અસલી નામથી બોલાવે છે અને કહે છે કે, આપણો પ્લાન ફેઈલ ના જવો જોઈએ. આપણે કાળા બજારીઓને પકડીને જ રહીશું. આ સાંભળીને પેલો શખ્સ ચોંકી જાય છે. ડૉ. હાથી પકડાઈ જશે કે કંઈક નવો ટ્વિસ્ટ આવશે એ તો આગામી એપિસોડમાં જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો