એપશહેર

કોરોના મહામારી વચ્ચે મમ્મી બની એક્ટ્રેસ રુચા ગુજરાતી, પતિએ શેર કર્યા 'ગુડ ન્યૂઝ'

I am Gujarat 26 Jul 2020, 4:12 pm
સીરિયલ 'કુસુમ' ફેમ એક્ટ્રેસ રુચા ગુજરાતી અને પતિ વિશાલ જયસ્વાલ પર અભિનંદન વરસાવવાનો આ સમય છે. વિશાલ અને રૂચા પેરેન્ટ્સ બની ગયા છે. રુચા ગુજરાતી અને વિશાલના ઘરે દીકરીનો જન્મ થયો છે. વિશાલ જયસ્વાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ ખુશીના સમાચાર સૌની સાથે વહેંચ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રુચાએ બાળકીને જન્મ આપ્યો છે અને બંનેની તબિયત હાલ સારી છે.
I am Gujarat rucha gujarathi n
તસવીર- રુચા ગુજરાતી ઈન્સ્ટાગ્રામ


વિશાલે આ ગુડ ન્યૂઝ શેર કરતાંની સાથે જ ફેન્સે શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. રૂચા ગુજરાતી પ્રેગ્નેન્સી દરમિયાન મેટરનિટી ફોટોશૂટના કારણે ચર્ચામાં રહી હતી. કોરોના મહામારી દરમિયાન પ્રેગ્નેન્ટ રુચાનું પરિવાર અને પતિએ ખૂબ ધ્યાન રાખ્યું હતું. રુચા પ્રેગ્નેન્સી દરમિયાન બેબી બંપના વિવિધ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી.

ઉલ્લેખનીય છે કે, રુચા અને વિશાલે 12 ડિસેમ્બર 2016ના રોજ લગ્ન કર્યા હતા. પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા બાદ એક્ટ્રેસે ગ્રાંડ રિસેપ્શન આપ્યું હતું. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો હાજર રહ્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો રુચાને સીરિયલ 'કુસુમ'માં તેના નેગેટિવ રોલથી ઓળખ મળી હતી. છેલ્લે 2016માં સીરિયલ 'ગંગા'માં રુચા જોવા મળી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો