એપશહેર

વેલેન્ટાઈન્સ ડે પર શું કરવાના છે ટપુ અને સોનુ? બંનેને સાથે જોઈ રાતોપીળો થઈ ગયો ભીડે

નવરંગ સેન | I am Gujarat 14 Feb 2020, 5:48 pm
ચમત્કારિક વીંટીની પોલ આખરે ખૂલી ગઈ છે. વીંટીનું વેચાણ બીજું કોઈ નહીં પરંતુ સુંદરલાલ જ કરતો હોવાનું બહાર આવ્યા બાદ જેઠાલાલ ફરી એકવાર ઠગાયા છે. વીંટી પહેરી સુંદર પોતાને 12 લાખ રુપિયા આપી ગયો છે તેવું સપનું જોનારા જેઠાલાલને આ વખતે સુંદર 60 હજાર રુપિયામાં ઠગી ગયો છે. ટૂંકમાં વીંટી પુરાણ ગોકુલધામમાં માંડ શાંત પડ્યું છે ત્યાં હવે એક નવું વાવાઝોડું ઉભું થવાની તૈયારીમાં છે.
ગોકુલધામમાં વેલેન્ટાઈન્સ ડેને લઈને ખાસ તૈયારી શરુ થઈ ગઈ છે. તેમાંય આ વખતે તો ટપુએ સોનુ માટે એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. આમ પણ ભીડે ટપુ અને સોનુની ફ્રેન્ડશિપ ક્યારેક ગુસ્સે થઈ જાય છે. જોકે, આ વખતે તો ટપુને સોનુ સાથે વાત કરતો જોઈ તેની આંખો જ પહોળી થઈ ગઈ છે.
ટપુ સોનુને પોતાના પ્લાન વિશે જણાવવા માટે તેના ઘરે પહોંચે છે. સોનુના હાથ પકડીને ટપુ તેને કહે છે કે આ વેલેન્ટાઈન્સ ડે પર તેણે સોનુ માટે એક ખાસ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. સોનુના ઘરે જઈને ટપુ તેને જણાવે છે કે ટપુ તેને દિલથી એક સરપ્રાઈઝ આપવા માગે છે. આ સરપ્રાઈઝ તેના દિલની ખૂબ નજીક છે. એટલું જ નહીં, ટપુ એમ પણ કહે છે કે સમગ્ર ટપુસેના ચાહે છે કે તે તેના દિલની ફિલિંગ બધાની સામે રાખે. સોનુને ટપુ આશ્વાસન પણ આપે છે કે આ સરપ્રાઈઝ તેને ખૂબ જ સારું લાગશે. સોનુ અને ટપુ વચ્ચે આ વાત ચાલતી હોય છે ત્યારે ભીડે અને માધવી પણ ત્યાં જ હાજર હોય છે. માધવી તો ટપુના સરપ્રાઈઝથી ખૂબ જ ખુશ છે, પરંતુ ભીડે તો એકદમ રાતોપીળો થઈ ગયો છે. હવે જોવાનું એ રહે છે કે ટપુ આખરે સોનુને એવી તો કઈ સરપ્રાઈઝ આપે છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો