એપશહેર

Fact Check: શું 5G મોબાઈલ ટાવરના કારણે કોરોના વાયરસ ફેલાઈ શકે છે?

Yogesh Gajjar | I am Gujarat 10 Apr 2020, 3:39 pm
I am Gujarat can 5g mobile tower spread coronavrius know the truth behind it
Fact Check: શું 5G મોબાઈલ ટાવરના કારણે કોરોના વાયરસ ફેલાઈ શકે છે?


5G ટાવરથી ફેલાય છે કોરોના વાયરસ?

કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ઘણા પ્રકારની થીયરી ચર્ચામાં આવતી રહી છે, પરંતુ સૌથી હેરાન કરનારી થીયરી બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવાઈ ગઈ છે કે હાલમાં જ લગાવાયેલા 5G ટાવરોના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોએ ટાવરોને આગ લગાવવાનું શરૂ કરી દીધું છે. હવે નેશનલ હેલ્થ સિસ્ટમના એક ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે આવું બિલકુલ સંભવ નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

5G વેવ નુકસાન નથી પહોંચાડતી

ડો. ગેર બૈર્ડિયાએ કહ્યું કે, 5Gથી ઈમ્યુનિટી સિસ્ટમ કમજોર નથી થતી અને ન તો આ વાયરસ રેડિયો વેવથી ટ્રાવેલ કરી શકે છે. તેમણે જણાવ્યું કે, 5G રેડિયો વેવમાં ખૂબ ઓછી એનર્જી હોય છે અને તે નુકસાન નથી પહોંચાડી શકતી. તેમણે જણાવ્યું કે, પહેલા જે એનાલોગ ટીવી હતા, તેમાં પણ આ જ વેવલેન્થ હતી પરંતુ 70 વર્ષના ઉપયોગ બાદ પણ તેનાથી કોઈ નુકસાન નથી થયું.

આ કારણે નથી ફેલાતો વાયરસ

ડો. ગેરએ કહ્યું કે, વાયરસ 5G વેવ પર ટ્રાવેલ નથી કરી શકતો. શરીરમાં દાખલ થવા માટે તેને આંખો, નાક અથવા મોઢા દ્વારા ફેફસાના રિસેપ્ટર સુધી પહોંચવાનું હોય છે. 5Gની થિયરી સાચી હોવા માટે શરીરની અંદર દાખલ થવા વાયરસને ઓછી વેવલેન્થવાળી રેડિયો વેવ્સ દ્વારા આ રસ્તાને પાર કરવા પડશે.

કોઈ બીમારી સાથે સંબંધ નથી

ઈન્ટરનેશનલ કમિશન ઓન નોન આઈનાઈઝિંગ રેડિયેશન પ્રોટેક્શન તરફથી કહેવામાં આવ્યું છે કે એવા કોઈ પૂરાવા નથી મળ્યા કે મોબાઈલ નેટવર્કની વેવલેન્થ અને કોઈ બીમારીમાં સંબંધ છે.

ટાવર સળગાવ્યા, એન્જિનિયરો પર હુમલો

બર્મિંઘમમાં ઘણા ટાવરોને આગ લગાવી દેવામાં આવી. આટલું જ નહીં એન્જિનિયરો અને ટેલિકોમ કંપનીઓમાં કામ કરનારા લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો