એપશહેર

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પેલેટ ગનથી ઈજાગ્રસ્તોની જૂની તસવીરો

Gaurang Joshi | I am Gujarat 15 May 2020, 11:28 pm
શું કરવામાં આવી રહ્યો છે દાવો?પેલેટ ગનથી ઈજાગ્રસ્ત લોકોની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર એવા દાવા સાથે શેર થઈ રહી છે કે પ્રદર્શનકારી કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભારતીય સેનાના ઓપરેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.
કેપ્શનથી એવો ઈશારો થઈ રહ્યો છે કે ગુરુવારે આતંકવાદીઓ વિરુદ્ધ શરુ કરવામાં આવેલા સૈન્ય અભિયાન હેઠળ પ્રદર્શન કરી રહેલા સામાન્ય નાગરિક પેલેટ ગનથી ઘાયલ થયા છે.શું છે હકીકત?આ તસવીરો આશરે 2 વર્ષ જૂની એટલે કે 2018ની છે. તેનું કાશ્મીરની સેનાના તાજેતરના ઓપરેશન સાથે કોઈ જ લેવા દેવા નથી.કેવી રીતે કરી તપાસ?રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા અમને કાશ્મીરી અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુકની એક ટ્વીટ મળી હતી. 6 નવેમ્બર, 2018ના રોજ મીરવાઈઝે ઠીક 3 ટ્વીટ કરી હતી. જે ઉપરની ટ્વીટમાં દેખાઈ રહી છે.
મીરવાઈઝ ફારુકે પણ આ તસવીરો દક્ષિણ કાશ્મીર કુલગામમાં કૈમોહ ગામની જણાવીને શૅર કરી હતી. જોકે, આ તસવીરો પણ હકીકતમાં કઈ જગ્યાની છે અને ક્યા સમયની છે એ પુષ્ટિ ટાઈમ્સ ફેક્ટ ચેક નથી કરી શકતું પરંતુ આ તસવીર જૂની જરૂર છે.તારણઃટાઈમ્સ ફેક્ટ ચેકને પોતાની તપાસમાં ખબર પડી કે વર્ષ 2018ની તસવીરોને ખોટી રીતે કાશ્મીરના કુલગામમાં શરુ થયેલા સૈન્ય અભિયાન પછી ઈજાગ્રસ્ત થયેલા નાગરિકોની જણાવીને શૅર કરવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો