એપશહેર

તમે પણ મેળવી શકો છો રૂ.5 લાખનું આરોગ્ય વીમા કવચ, જાણો PMJAYની આ ખાસિયતો

આ યોજના ભારતમાં તમામ સ્તરો પર સ્વાસ્થ્ય સમસ્યાઓનું સામનોનું નિવારણ કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ભારત સરકારની એક પહેલ છે જેને આયુષ્માન ભારત અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની શરૂઆત 23 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.

guest Nirali-Urmit-Kayastha | Lipi 5 May 2022, 5:30 pm
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ભારત સરકારની એક પહેલ છે જેને આયુષ્માન ભારત અભિયાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની શરૂઆત 23 સપ્ટેમ્બર 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના ભારતમાં તમામ સ્તરો પર સ્વાસ્થ્ય સમસ્યાઓનું સામનોનું નિવારણ કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના સમગ્ર દેશમાં પ્રાથમિક, ગૌણ અને તૃતીય આરોગ્યસંભાળ ક્ષેત્રની જરૂરિયાતોને એક જ મંચ પર સુગ્રથિત કરવાનો પ્રયાસ કરે છે.
I am Gujarat PMJAY
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની મહત્ત્વપૂર્ણ માહિતીઃ
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વનો સૌથી મોટો સરકાર સંચાલિત આરોગ્ય કાર્યક્રમ છે.
- આ યોજના 50 કરોડ લાભાર્થીઓ આવરી લે છે.
- આ યોજના અંતર્ગત 2019 સુધીમાં લગભગ 18,059 હોસ્પિટલોને એમ્પનલ કરવામાં આવી હતી અને 4,406,461 લાખ લાભાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.
- સરકાર દેશના જીડીપીના 1.5% હેલ્થકેર પર ખર્ચ કરે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ પ્રાપ્ત લાભોઃ
- આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારોને રૂ.5 લાખનું કવરેજ પૂરું પાડવામાં આવે છે.
- આ યોજનામાં પ્રી-હોસ્પિટલાઇઝેશનના 3 દિવસ અને હોસ્પિટલમાં દાખલ થયા પછીના 15 દિવસના ખર્ચનો સમાવેશ થાય છે.
- આ યોજના હેઠળ કેશલેસ અને પેપરલેસ સુવિધા ઉપલબ્ધ હોવાથી લાભાર્થીઓને આર્થિક બોજ ઉઠાવવો પડશે નહીં.
- આ યોજનાના લાભાર્થીઓ ભારતમાં ગમે ત્યાં સારવાર મેળવી શકે છે.
- આ યોજના કાર્ડિયોલોજિસ્ટ અને યુરોલોજિસ્ટની સારવાર જેવી ગૌણ અને તૃતીય સંભાળ પણ પૂરી પાડે છે.
- કેન્સર, કાર્ડિયાક સર્જરી વગેરે માટે અદ્યતન તબીબી સારવાર પણ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે.
- આ યોજનામાં પહેલેથી અસ્તિત્વ ધરાવતી બીમારી આવરી લેવામાં આવી છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) માટે પાત્રતા
PMJAY માટે પાત્રતા માપદંડ સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી (SECC) પર આધારિત છે. આ યોજના માટે નીચે જણાવેલા વ્યક્તિઓ પાત્રતા ધરાવે છેઃ
- આ યોજનાનો 16 થી 59 વર્ષની વય વચ્ચેના સભ્યો ધરાવતા પરિવારો લાભ લઈ શકે છે.
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) માટે નાણાકીય ફાળવણીઃ
સરકાર દ્વારા 2018માં PMJAY માટે રૂ.2000 કરોડ અને 2019માં રૂ. 6400 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ યોજના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો 60:40 રેશિયોમાં યોગદાન આપે છે. જ્યારે ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે આ યોજનામાં યોગદાનનું પ્રમાણ 90:10 છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) નીચેની તબીબી આવશ્યકતાઓને આવરી લે છે:
- સઘન અને બિન-સઘન સંભાળ સેવાઓ
- તબીબી ઉપભોક્તા અને દવાઓ
- તબીબી તપાસ
- તબીબી પરામર્શ
- તબીબી સારવાર
- લેબ તપાસ
- ડાયગ્નોસ્ટિક તપાસ
- હોસ્પિટલમાં આવાસ અને ભોજન સેવાઓ
- હોસ્પિટલ દીઠ નિર્ધારિત પરિવહન ભથ્થું
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો