એપશહેર

શું છે નાના કરદાતાઓને રાહત પૂરી પાડવા શરૂ કરાયેલી GST Composition Scheme?

વસ્તુ અને સેવાઓ કર (GST) કમ્પોઝિશન સ્કીમ કરદાતાઓ માટે GST પ્રણાલી હેઠળ શરૂ કરવામાં આવેલી એક સરળ યોજના છે. કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આ યોજના નાના કરદાતાઓને વિવિધ પ્રકારની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાંથી મુક્તિ આપીને તેમનો સમય બચાવવામાં મદદ કરે છે. રૂ.1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતા આ યોજના માટે પાત્રતા ધરાવે છે.

guest Nirali-Urmit-Kayastha | Lipi 25 Apr 2022, 5:55 pm
વસ્તુ અને સેવાઓ કર (GST) કમ્પોઝિશન સ્કીમ કરદાતાઓ માટે GST પ્રણાલી હેઠળ શરૂ કરવામાં આવેલી એક સરળ યોજના છે. કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આ યોજના નાના કરદાતાઓને વિવિધ પ્રકારની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાંથી મુક્તિ આપીને તેમનો સમય બચાવવામાં મદદ કરે છે. આ યોજના નાના કરદાતાઓ જેમ કે, નાના સપ્લાયરો, આંતરરાજ્ય સ્થાનિક સપ્લાયરો વગેરે માટે ફાયદાકારક છે. આ યોજના નાના વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે રજૂ કરવામાં આવી છે.
I am Gujarat what is gst composition scheme for small tax payeys
શું છે નાના કરદાતાઓને રાહત પૂરી પાડવા શરૂ કરાયેલી GST Composition Scheme?


GST કમ્પોઝિશન સ્કીમનો લાભ મેળવવા માટે પાત્રતાઃ
- રૂ.1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતા આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
- માત્ર વસ્તુઓના ઉત્પાદકો, ડીલર અને રેસ્ટોરન્ટ (દારૂ પીરસરતી ન હોય તેવી) આ યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
- કેન્દ્રીય વસ્તુ અને સેવા કર (સુધારા) અધિનિયમ 2018 મુજબ, 1 ફેબ્રુઆરી, 2019થી કમ્પોઝિશન ડીલર ટર્નઓવરના 10% અથવા રૂ. 5 લાખ, બેમાંથી જે વધારે હોય.
- 10મી જાન્યુઆરી 2019ના રોજ, GST કાઉન્સિલની 32મી બેઠકમાં સેવા પ્રદાતાઓ માટે પણ આ મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

વસ્તુ અને સેવાઓ કર (GST) કમ્પોઝિશન સ્કીમના ફાયદા
આ યોજના સાથે જોડાયેલા ફાયદા નીચે મુજબ છે.
- કાયદાની જોગવાઇઓના પાલનની જરૂરિયાતમાં ઘટાડો કરીને કરદાતાઓને હિસાબી ચોપડાઓ અથવા રેકોર્ડ જાળવવામાંથી મુક્તિ મળે છે.
- કરદાતાને અલગ ટેક્સ ઇન્વૉઇસ આપવામાંથી રાહત મળે છે.
- કરદાતાઓને કર ચૂકવણીમાં ઘટાડાનો લાભ મળે છે
- કરદાતાને નિયત દરો દ્વારા ઘટાડેલી કર જવાબદારીનો લાભ મળતો હોવાથી ધંધામાં નાણાકીય પ્રવાહિતા જાળવવામાં મદદ મળે છે.

વસ્તુ અને સેવાઓ કર (GST) કમ્પોઝિશન સ્કીમની કેટલીક મર્યાદાઓઃ
- બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવસાયો આઉટપુટ જવાબદારીમાંથી ચૂકવવામાં આવેલા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકતા નથી.
- GST કમ્પોઝિશન સ્કીમમાં આંતરરાજ્ય રચનાનો સમાવેશ થતો ન હોવાથી વ્યવસાયોને ભૌગોલિક દ્રષ્ટિએ મર્યાદિત પહોંચનો સામનો કરવો પડે છે.
- ટેક્સ ઇનવોઇસ વધારવાની મંજૂરી ન હોવાથી કરદાતાઓ ખરીદદારો પાસેથી કમ્પોઝિશન ટેક્સ વસૂલ કરી શકતા નથી.

કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધણી કરવા માટેની શરતોઃ
- કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલો અથવા પ્રવર્તમાન કરદાતા ન હોય તેવો કરદાતા પોતાની પાત્રતાને આધીન આગામી નાણાકીય વર્ષની શરૂઆતથી જ આ યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
- તેના માટે ટેક્સ રિટર્ન અગાઉના વર્ષના 31મી માર્ચના રોજ અથવા તે પહેલા ફાઇલ કરેલું હોવું જોઇએ.
- જો આ યોજનાનો લાભ મેળવી રહેલો કરદાતા સામાન્ય સ્કીમ પર પરત ફરવા માગે તો તેને તેમ કરવાની પરવાનગી છે. પરંતુ તે જે-તે નાણાકીય વર્ષ દરમિયાન ફરીથી કમ્પોઝિશન સ્કીમ પસંદગી કરી શકશે નહીં.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો