એપશહેર

ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ, જાણો Gujarat Solar Light Trap Yojanaની ખાસિયતો

આ લાઇટ ટ્રેપમાં ઉપર એક બલ્બ લગાડવામાં આવે છે. આ બલ્બની નીચે ચિકાશયુક્ત ઝેરી કેમિકલ રાખવામાં આવે છે. જ્યારે બલ્બ ચાલુ કરવામાં આવે છે ત્યારે બલ્બના પ્રકાશના આકર્ષણના કારણે ખેતરમાં રહેલા બધા જ જીવજંતુઓ તેની પર બેસે છે અને ચિકાશયુક્ત કેમિકલમાં પડવાના કારણે આ જીવજંતુઓ મૃત્યુ પામે છે. આ યોજના આઇ ખેડૂત પોર્ટલ પર અમલ મૂકવામાં આવેલી છે.

guest Nirali-Urmit-Kayastha | Lipi 25 Apr 2022, 5:41 pm
કેન્દ્ર સરકાર સમગ્ર ભારતના ખેડૂતોની આવક બમણી કરવાનો હેતુ ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોના પાકના સંરક્ષણ માટે વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે તેમજ જંતુઓથી પાકના સંરક્ષણ માટે વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ કરતા હોય છે. જોકે આ દવાઓની કિંમત મોંઘી હોવાથી અને વારંવાર છટકાવ કરવો યોગ્ય ન હોવાથી ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના (Gujarat Solar light Trap Yojana) શરૂ કરવામાં આવી છે.
I am Gujarat gujarat government introduce gujarat solar light trap yojana for benefit of farmers
ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ, જાણો Gujarat Solar Light Trap Yojanaની ખાસિયતો


ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજનાની મહત્ત્વપૂર્ણ માહિતીઃ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે. આ લાઇટ ટ્રેપમાં ઉપર એક બલ્બ લગાડવામાં આવે છે. આ બલ્બની નીચે ચિકાશયુક્ત ઝેરી કેમિકલ રાખવામાં આવે છે. જ્યારે બલ્બ ચાલુ કરવામાં આવે છે ત્યારે બલ્બના પ્રકાશના આકર્ષણના કારણે ખેતરમાં રહેલા બધા જ જીવજંતુઓ તેની પર બેસે છે અને ચિકાશયુક્ત કેમિકલમાં પડવાના કારણે આ જીવજંતુઓ મૃત્યુ પામે છે. આ રીતે સોલાર લાઇટ ટ્રેપથી ખેડૂતોને પોતાના પૈસા તેમજ સમય બચાવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના આઇ ખેડૂત પોર્ટલ પર અમલ મૂકવામાં આવેલી છે.

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો ઉદ્દેશઃ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોના પાકનું જીવજંતુઓથી રક્ષણ કરવાનો તેમજ જીવજંતુઓનો નાશ કરવા માટે તેમના દ્વારા ઉપયોગ કરાતાં ઝેરી રસાયણોના છંટકાવના ઉપયોગમાં ઘટાડો કરવાનો છે.

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના માટે પાત્રતા

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ અમુક પાત્રતા નિર્ધારિત કરવામાં આવી છે.

- ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ.
- આ યોજનાની હેઠળ ખરીદી ગુજરાત રાજ્યના એમપેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાની રહેશે.
- પોતાની માલિકીની જમીન ધરાવતો વ્યક્તિ જ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના માટે જરૂરી દસ્તાવેજોઃ
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ લેવા માટે તેમ જ ઓનલાઇન અરજી કરવા માટે નીચે આપેલા દસ્તાવેજો જરૂરી છેઃ
- અરજી કરનાર ખેડૂતની 7-12 ની ઝેરોક્ષ
- અરજી કરનાર ખેડૂતના રેશનકાર્ડની ઝેરોક્ષ
- અરજી કરનાર ખેડૂતના આધાર કાર્ડની ઝેરોક્ષ
- જો અરજી કરનાર ખેડૂત અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો હોય તો તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર.
- અરજી કરનાર ખેડૂતનો મોબાઇલ નંબર
- બેંક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ.
- જો અરજી કરનાર ખેડૂત સહકારી મંડળી તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે અંગેની વિગતો.
- જો અરજી કરનાર ખેડૂતની જમીન સંયુક્ત ખાતેદાર હોય તો તમામ ખેડૂતોના સમંતિ પત્ર.

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનામાં મળવાપાત્ર સહાય
- આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો સોલાર લાઈટ ટ્રેપની કિંમતના 90% અથવા રૂ.45,000/-ની મર્યાદામાં બન્નેમાંથી જે ઓછી હોય તે રકમ મળવા પાત્ર રહશે.
- સામાન્ય વર્ગના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.35,000/-ની મર્યાદામાં બન્નેમાંથી જે ઓછી હોય તે રકમ મળવા પાત્ર રહશે.

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના માટે અરજી કરવાની રીતઃ
- ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો ગુજરાત સોલાર લાઇટ સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકે છે.
- ખેડૂત દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા અરજી મંજૂર કરવામાં આવે છે.
- જે ખેડૂતોએ ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના માટે ઓનલાઇન અરજી કરી હોય તેમને તેમના ફોર્મની પ્રિન્ટ આઈ ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પરથી કાઢી શકે છે.
- લાભાર્થી ખેડૂત ઓનલાઇન અરજી કર્યા બાદ ગ્રામ સેવક પાસેથી સહી- સિક્કા કરાવવાના રહેશે.

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનાના લાભ માટે સંપર્કઃ
ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે લાભાર્થી નીચે જણાવેલા વ્યક્તિનો સંપર્ક સાધી શકે છે.
- જીલ્લા ખેતીવાડી અધિકારી
- નાયબ નિયામક (વિસ્તરણ)
- નાયબ નિયામક (તાલીમ)
- નાયબ / મદદનીશ નિયામક (પશુપાલન)
- નાયબ નિયામક (બાગાયત)
- નાયબ નિયામક (મત્સ્ય)
- નાયબ / મદદનીશ પશુપાલન નિયામક (ICDP)
- નાયબ / મદદનીશ પશુપાલન નિયામક (IPDP-DPEC)
- નોડલ અધિકારી (મિલ્ક યુનિયન)

ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નોઃ
પ્રશ્નઃ ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીની પાત્રતા શું છે?
જવાબઃ ગુજરાત સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ મેળવવા માંગતો વ્યક્તિ ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઇએ.

પ્રશ્નઃ ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર છે?
જવાબઃ આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સોલાર લાઈટ ટ્રેપની કિંમતના 90% અથવા રૂ.45,000/-ની મર્યાદામાં બન્નેમાંથી જે રકમ ઓછી હોય મળવા પાત્ર છે. જ્યારે
સામાન્ય વર્ગના ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપની કિંમતના 70% અથવા રૂ.35,000/-ની મર્યાદામાં બન્નેમાંથી જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર રહશે.

પ્રશ્નઃ ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતો કેટલી વખત મેળવી શકે છે?
જવાબઃ ગુજરાત સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને 2 વાર મળવા પાત્ર રહશે.

પ્રશ્નઃ ગુજરાત સોલાર લાઈટ ટ્રેપ યોજનાના માટે અરજી માટે સત્તાવાર વેબસાઇટ કંઇ છે?
જવાબઃ ગુજરાત સોલાર લાઈટ ટ્રેપ યોજનાની અરજી ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકાય છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો