એપશહેર

ધો-10ની પૂરક પરીક્ષામાં 4000 અને ધો-12માં 9000 વિદ્યાર્થીઓ ગેરહાજર

I am Gujarat 10 Jul 2016, 11:41 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 10 4000 12 9000
ધો-10ની પૂરક પરીક્ષામાં 4000 અને ધો-12માં 9000 વિદ્યાર્થીઓ ગેરહાજર


– બોર્ડ દ્વારા આજે રવિવારે ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આજની પરીક્ષામાં સાબરકાંઠામાં ગેરરીતિનો એક કિસ્સો નોંધાયો હતો. જો કે, પૂરક પરીક્ષા માટે દરખાસ્ત કરનારા વિદ્યાર્થીઓ પૈકી અડધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧૦માં સવારે ૧૦થી ૧-૩૫ દરમિયાન પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. રાજયના ૩૫ સેન્ટરો પરથી લેવાયેલી પરીક્ષામાં ૩૨૧૭૭માંથી ૨૮૭૫૧ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જયારે બપોરે ૩થી ૬ દરમિયાન ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કોમર્સ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૨૬૨૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૧૭૧૨૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, બન્ને પરીક્ષાઓમાં ૩થી ૫ હજાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧૦ અને ૧૨માં મળી અંદાજે ૫૦ હજારથી વધારે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે ધો.૧૦માં પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ધો.૧૨ સાયન્સમાં પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ ડિપ્લોમા અને ડિગ્રી ઇજનેરીની અંદાજે અડધા જેટલી બેઠકો ખાલી પડી છે. યુનિવર્સિટીમાં પણ ૬ હજાર જેટલી બેઠકો ખાલી પડી છે આ ખાલી બેઠકો પર પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે.ધો-10ની પૂરક પરીક્ષામાં 4000 અને ધો-12માં 9000 વિદ્યાર્થીઓ ગેરહાજર

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો