એપશહેર

ગુજરાતને ફાળે 10 નવા IAS

I am Gujarat 26 Jul 2016, 1:01 am
નવગુજરાત સમય > ગાંધીનગર
I am Gujarat 10 ias
ગુજરાતને ફાળે 10 નવા IAS


– ગુજરાતમાં આઈએએસ ઓફિસરોની કુલ મંજૂર થયેલી સંખ્યા 297 છે. જેમાં આશરે 80 જેટલા આઈએએસ ઓફિસરોની ઘટ પ્રવર્તે છે. એવામાં ભારત સરકારે ગુજરાતને નવા 10 આઈએએસ અધિકારીઓની ફાળવણી કરી છે. જેમાં 4 અધિકારીઓ બિન અનામત કક્ષાના અને છ ઓબીસી કક્ષાના અધિકારી છે. હાલની સ્થિતિએ ગુજરાત કેડરના 4 આઈએએસ અધિકારીઓ સેક્રેટરી કક્ષાએ, 2 અધિકારીઓ એડિશનલ સેક્રેટરીની કક્ષાએ અને 6 અધિકારીઓ જોઈન્ટ સેક્રેટરી કક્ષાએ મળીને કુલ 12 આઈએએસ અધિકારીઓ હાલ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર સેવા આપી રહ્યાં છે. ગુજરાતની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ આઈએએસ અધિકારીઓની અછત વર્તાઈ રહી છે. જેમાં તાજેતરમાં સિવિલ સર્વિસિસની એક્ઝામ-2015માં ઉર્તીણ થયેલાઓમાંથી 180 જેટલા ઉમેદવારોને આઈએએસ કેડરમાં ભારત સરકાર ફાળવી આપ્યા છે. જેમાં 91 અધિકારીઓ બિન અનામત કક્ષાના છે. 49 અધિકારીઓ ઓબીસી, 27 અધિકારીઓ અનુસૂચિત જાતિ અને 13 અધિકારીઓ અનુસૂચિત જનજાતિના છે. સૌથી વધુ 18 ઓફિસર ઉત્તરપ્રદેશ, 15 પશ્ચિમ બંગાળ, 12 તામિલનાડુ, 11 મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતને ફાળે 10-10 આઈએએસ અધિકારીઓ ફાળવાયા છે. ભારત સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ગુજરાતને જે 10 અધિકારીઓની ફાળવણી કરાઈ છે. તેમાં પાંચ અધિકારીઓ મૂળ રાજસ્થાનના છે અને તેઓ ગુજરાત કેડરમાં આવ્યા છે.મહારાષ્ટ્રના બે, હરિયાણાના એક અને ચંદીગઢના એક છે. જ્યારે મૂળ ગુજરાતના હોય અને ગુજરાત કેડરમાં પંસદ થયા હોય તેવા એક અધિકારી છે.

અધિકારીનું નામ ક્યાના છે તેજસ પરમાર ગુજરાત વિપિન ગર્ગ રાજસ્થાન ભવ્ય વર્મા રાજસ્થાન દેવીલાલ રાજસ્થાન યોગેશ ચૌધરી રાજસ્થાન ઓમ પ્રકાશ રાજસ્થાન ગવહાને નવનાથ મહારાષ્ટ્ર ખટાલે રવિન્ગ્રા મહારાષ્ટ્ર શાલીની દુહન હરિયાણા નીતિન સાંગવાન ચંદીગઢ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો