એપશહેર

રાજ્યમાં ધો.10-12ના વર્ગો શરૂ થઈ રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રીએ કરી મહત્વની વાત

કોલેજમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પોસ્ટ-ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે તારીખ 11 જાન્યુઆરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

I am Gujarat 10 Jan 2021, 9:19 pm
અમદાવાદ: ગુજરાત સરકારે કોવિડ-19ના લાંબા વેકેશન પછી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાવચેતીપૂર્વકનો નિર્ણય લેતા પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે કારણકે તેઓને બોર્ડની પરીક્ષા આપવાની હોય છે. જ્યારે કોલેજમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે અને પોસ્ટ-ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે તારીખ 11 જાન્યુઆરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. આ નિર્ણયને વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષક-અધ્યાપકોએ પણ આવકાર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
I am Gujarat q5


આ વિશે વાત કરતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શાળા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય સહિત બિનશૈક્ષણિક સ્ટાફ માટેની ફરજિયાત ટેમ્પરેચર ચેક કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ બાળકો જ્યારે અભ્યાસખંડમાં બેસે ત્યારે એકબીજા વચ્ચેનું ચોક્કસ અંતર જાળવી રાખે, વિરામમાં ભેગા થાય નહીં અને અલગ-અલગ બેસીને નાસ્તો કરે તેમજ સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકનું હિત સચવાય તે માટેના પૂરા પ્રયાસો આપણે સૌએ સાથે મળીને કરવાના છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સાથે-સાથે અમારી જવાબદારી તો છે અને સરકાર જવાબદારીમાંથી છટકશે નહીં. પણ, સંયુક્ત જવાબદારીથી પરિણામ સારુ આવશે. હું આવતીકાલે કલોલ જઈશ અને વિદ્યાર્થીઓને આવકારવા માટે કોરોનાની તમામ ગાઈડલાઈનનું યોગ્ય પાલન કરવામાં આવશે. ક્યાંય પણ કોરોનાની આ ગાઈડલાઈનનો ભંગ થાય નહીં તેની કાળજી બધાએ રાખવાની છે. બીજા તબક્કામાં પણ અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરુ છું. રાજ્ય સરકારે કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ બગાડ્યો નથી. ઓનલાઈન ડીડી ગિરનાર, વંદે ગુજરાત, બાયસેક સહિતના ઉત્તમ પ્રયત્નો કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે અને આગામી દિવસોમાં તેની તારીખ જાહેર કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો