એપશહેર

કોરોનાઃ અમદાવાદમાં 129 અને સુરતમાં 101 નવા કેસ નોંધાયા

ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત ઘટી રહી છે, અમદાવાદ શહેરમાં કોરોનાથી બે દર્દીના મૃત્યુ

I am Gujarat 7 Jan 2021, 8:53 pm
ગુજરાતના ચાર મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત ઘટી રહી છે. અમદાવાદ અને સુરત શહેરમાં જ 100થી ઉપર નવા કેસ સામે આવ્યા છે જ્યારે વડોદરા અને રાજકોટ શહેરમાં કેસની સંખ્યા 100થી નીચે નોંધાઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 129 નવા કેસ નોંધાયા છે અને 132 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લામાં ચાર કેસ સામે આવ્યા છે અને પાંચ દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ શહેરમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે.
I am Gujarat ahmedabad corona16


સુરત શહેરમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને દૈનિક કેસ 100ની નજીક આવી ગયા છે. સુરત શહેરમાં 101 નવા કેસ નોંધાયા છે જેની સામે 148 દર્દીઓ સાજા થયા છે. સુરત જિલ્લામાં 19 કેસ સામે આવ્યા છે અને 25 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે સુરત શહેરમાં એક દર્દીનું મોત થયું છે જ્યારે જિલ્લામાં એક પણ મોત નોંધાયું નથી.

વડોદરામાં 100થી ઓછા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 91 નવા કેસ નોંધાયા છે અને 128 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. વડોદરા જિલ્લામાં 28 કેસ નોંધાયા છે અને 29 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા શહેર કે જિલ્લામાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજકોટમાં પણ કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં 62 કેસ નોંધાયા છે અને 60 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજકોટ જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 13 દર્દીઓ સાજા થયા છે. વડોદરાની જેમ રાજકોટ શહેર અને જિલ્લામાં કોવિડથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો