એપશહેર

ગુજરાતમાં કોરોનાના કેસો થોડા ઘટ્યા, આજે નવા 16,617 દર્દી નોંધાયા, 19ના મોત

રાજ્યમાં આજે અમદાવાદમાં 6,191 કેસ, વડોદરામાં 2,896 કેસ, સુરતમાં 1512 કેસ, વડોદરામાં 779 કેસ, રાજકોટમાં 410 અને ભાવનગરમાં 399 કેસ નોંધાયા છે.

I am Gujarat 23 Jan 2022, 8:25 pm
અમદાવાદ: ગુજરાતમાં કોરોના અને તેના ઓમિક્રોન વેરિયન્ટના કેસો છેલ્લા કેટલાક દિવસથી સતત વધતા જઈ રહ્યા છે. પરંતુ, રવિવારે તેમાં થોડી રાહત રહી હતી. રવિવારે રાજ્યમાં નવા 16,617 દર્દી નોંધાયા હતા. જ્યારે 19ના મોત થયા હતા. શનિવારે રાજ્યમાં 23,150 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે 11,636 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 9,17,469 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. એ સાથે રાજ્યોનો રિકવરી રેટ 86.35 ટકા જેટલો થઈ ગયો છે.
I am Gujarat corona in Gujarat


રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 6,191 નવા કેસ નોંધાયા છે, વડોદરા શહેરમાં 2876, સુરત શહેરમાં 1512, વડોદરા જિલ્લામાં 779, સુરત જિલ્લામાં 639, રાજકોટ શહેરમાં 410, ભાવનગર શહેરમાં 399, ગાંધીનગર શહેરમાં 398, આણંદમાં 291, ભરૂચમાં 269, મહેસાણામાં 266, વલસાડમાં 246, પાટણમાં 213, રાજકોટમાં 211, ગાંધીનગરમાં 203 કેસ, અમરેલીમાં 175, કચ્છમાં 175, નવસારીમાં 154, જામનગર શહેરમાં 138, બનાસકાંઠામાં 107, ખેડામાં 105, મોરબીમાં 102 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ અને સૂસવાટા મારતા પવનો સાથે ફરી ઠંડીનો ચમકારો વધ્યો
જ્યારે અમદાવાદ જિલ્લામાં 86, જૂનાગઢ શહેરમાં 80, સુરેન્દ્રનગરમાં 72, દેવભૂમિ દ્વારકામાં 63, દાહોદમાં 42, જામનગરમાં 42, સાબરકાંઠામાં 41, નર્મદામાં 40, ગીરસોમનાથમાં 38, જૂનાગઢ જિલ્લામાં 37, છોટાઉદેપુરમાં 36, પોરબંદરમાં 33, તાપીમાં 31,. પંચમહાલમાં 30, ભાવનગરમાં 29, ડાંગમાં 19,અરવલ્લીમાં 18, બોટાદમાં 12, મહીસાગરમાં 9 નવા કેસ નોંધાયા છે.

રવિવારે કોરોનાથી 19 લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધુ 6 લોકોના અમદાવાદમાં મૃત્યુ થયા છે. તે ઉપરાંત વલસાડમાં 3, સુરત, સુરત ગ્રામ્ય અને બનાસકાંઠામાં 2-2, ભાવનગર, નવસારી, મહેસાણા અને દાહોહમાં 1-1 દર્દીના મોત થયા છે.

સામાન્ય ઘટાડા સાથે કોરોનાના 3.33 લાખ ડેઈલી કેસ નોંધાયા, રિકવરી રેટ ઘટીને 93.18% થયો
રાજ્યમાં આજે એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,34,837 થઈ ગઈ છે. કુલ 258 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે આ પૈકીના કુલ 1,34,579 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 9,17,469 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. આજના 19 નવા મૃત્યુ ઉમેરાતા રાજ્યમાં મૃત્યુનો આંક 10249 પર પહોંચ્યો છે.

રાજ્યમાં રવિવારે કુલ 1,16,96 લોકોને રસી આપવામાં આવી હોવાનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની એક યાદીમાં જણાવાયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો