એપશહેર

મનપા-નપા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં 20% રાહત અપાશે, ગુજરાત શહેરી ગૃહ નિર્માણ વિભાગની જાહેરાત

કોરોના મહામારીને કારણે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ઉદ્યોગ-ધંધા ઝડપથી ચાલુ થાય તેમજ ધંધા-રોજગારને વેગ આપવા માટે ગુજરાતના શહેરની ગૃહ નિર્માણ વિભાગે પ્રોપર્ટી ટેક્સમાં 31 ઓગસ્ટ સુધી 20 ટકા રાહત આપવાની જાહેરાત કરી છે. આ રાહતનો લાભ લઈને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા પણ અપીલ કરવામાં આવી છે.

Agencies 25 Aug 2020, 11:56 am
અમદાવાદ: કોરોના મહામારીને કારણે ગુજરાતમાં મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ધંધા-રોજગારને વેગ આપવા માટે રાજ્ય સરકારે વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતાં પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ જેના માટે ગુજરાત શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા ઉદ્યોગ-ધંધાના એકમોને આગામી 31 ઓગસ્ટ સુધી 20 ટકા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
I am Gujarat 4
પ્રતિકાત્મક તસવીર


વેપાર-ધંધા ફરીથી ધમધમતા થાય તે માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહતની જાહેરાત
આ યોજનાનો વધુ લાભ લેવા માટે નાગરિકોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ચાલતા ઉદ્યોગ-ધંધોને ધણી વિપરિત અસર થઈ છે. વેપારીઓને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થતાં ઘણા અન્ય પ્રવૃતિઓમાં જોડાઈ ગયા છે. જોકે, શહેરી વિસ્તારમાં ફરીથી નાગરિકોને આર્થિક સહાય મળી રહે અને ઉદ્યોગ-ધંધા ફરીથી ધમધમતા થાય તે માટે પ્રોપર્ટી ટેક્સમાંથી 20 ટકા રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારે જાહેર કરેલા રીબેટ અંતર્ગત 5.87 લાખ એકમો યોજનાનો લાભ લીધો
સરકાર દ્વારા જાહેર કરેલી આ યોજનાની રાહતનો લાભ લઈને પ્રોપર્ટી ટેક્સ જમા કરાવી દેવા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સરકાર દ્વારા જે 20 ટકા રીબેટ જાહેર કર્યું છે તે અંતર્ગત 5.87 લાખ વાણિજ્યિક એકમ ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે.

Read Next Story