એપશહેર

‘નવગુજરાત સમય ઓટોફેસ્ટ-2016’ ઉત્પાદકો- ડીલર્સને મળ્યું અદ્‌ભુત પ્લેટફોર્મ

I am Gujarat 19 Jul 2016, 12:51 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 2016 3
‘નવગુજરાત સમય ઓટોફેસ્ટ-2016’ ઉત્પાદકો- ડીલર્સને મળ્યું અદ્‌ભુત પ્લેટફોર્મ


ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે શનિ અને રવિવારે યોજાયેલા ‘નવગુજરાત સમય ઓટોફેસ્ટ-2016’ને શહેરીજનોની સાથે સાથે શહેરના પ્રતિષ્ઠિતિ ઓટોડીલર્સે પણ હરખભેર વધાવી લીધો છે. તેમણે આ કાર્યક્રમને એક અદ્‌ભુત પ્લેટફોર્મ ગણાવ્યો અને આગામી વર્ષે શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને બમણા ઉત્સાહથી વધાવી લેવાની તૈયારી બતાવી રહ્યા છે. બે દિવસના ઓટોફેસ્ટમાં મેન્યુફેક્ચરર્સ અને ડીલર્સ માત્ર પોટેન્શિયલ કસ્ટમર્સ જ નથી મેળવી શક્યા, પરંતુ સાથે સાથે તેમને પોતાના નવા ઉત્પાદનોને લોકોના મન સુધી પહોંચવાનો રસ્તો બનાવવાની પણ સોનેરી તક સાંપડી છે.

BMW પરસોલી મોટર્સના CEO અને મેનેજિંગ ડિરેક્ટર તલ્હા સરેશવાલાએ જણાવ્યું હતું કે ઓટોફેસ્ટમાં અમારા સ્ટોલ પર અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો. આગામી સમયમાં ઓટોફેસ્ટમાં માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ ઓટો લવર્સ આવે તેવું આયોજન કરવામાં આવે. આ પ્લેટફોર્મ દ્વારા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને વેટ સહિતના મુદ્દે ગુજરાતમાં સ્પર્શતા મુદ્દાને પણ વાચા આપવી જરૂરી છે. અમે અમારી બ્રાન્ડની ઓળખ એવા લક્ઝરી સેગમેન્ટને વધુ મજબૂત બનાવે તેવા મોડેલ્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.

ગ્રૂપ પ્લેનેટ પેટલના મેનેજિંગ ડિરેક્ટર સુખબીર બગ્ગાએ જણાવ્યું હતું કે દર વર્ષે ઓટોફેસ્ટ વધુ સારો અને પરિપક્વ થઈ રહ્યો છે. અહીં સારું લોકેશન, સારું ક્રાઉડ અને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં અમે સારી ઝડપે પ્રગતિ કરી રહ્યા છીએ અને ભારતના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં અમદાવાદ તેનું એપીસેન્ટર બની રહ્યું છે. અમદાવાદના ગ્રાહકો પાસે કાર અંગે બહુ સારું નોલેજ છે અને આ માર્કેટના અગ્રણી હિસ્સેદાર બનવાનું અમને ગૌરવ છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સિનિયર રિજનલ સેલ્સ મેનેજર દીપકકુમાર સિંહાએ જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં ઓટોફેસ્ટ જેવું પ્લેટફોર્મ અને ખૂબ જ મદદરૂપ બની રહ્યું છે. અમે અમારી લેટેસ્ટ પ્રોડક્ટ અહીં રજૂ કરી શક્યા છીએ. ઓટોફેસ્ટમાં અમે અમારું વેચાણ વધારવાના નવા રસ્તા જ નહીં, પરંતુ અમારી બ્રાન્ડને પણ મજબૂત બનાવવામાં સફળ રહ્યા છીએ.

જ્યારે મારૂતિ સુઝુકીના રિજિયનલ મેનેજર વેસ્ટ-3 પંકજ પ્રભાકરે જણાવ્યું હતું કે, એક જ પ્લેટફોર્મ પર એક સાથે આટલી બધી બ્રાન્ડ ગ્રાહકોને મળી એ બહુ જ આવકારદાયક વાત છે. અમદાવાદના ગ્રાહકોની પ્રાથમિકતા અને જરૂરિયાતો બદલાઈ રહી છે. ઓટોગિયર સેગમેન્ટમાં વધતી ડિમાન્ડને પૂરી કરવામાં અમારી નવી બ્રાન્ડ્ઝ ઝડપથી સફળતા મેળવી રહી છે અને ઓટોફેસ્ટમાં અમારી એ ખૂબી રજૂ કરવામાં અમને સફળતા મળી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો