એપશહેર

છોકરીને ભગાડી જઈ શરીર સંબંધ બાંધવા બદલ 21 વર્ષીય યુવકને પોક્સો હેઠળ 20 વર્ષની જેલ

એક સગીર છોકરીને ભગાડી જવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. આરોપી યુવક સગીર છોકરીને ભગાડી ગયો હતો અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી અને પોલીસે આરોપી યુવકને સગીર છોકરી સાથે ઉદયપુરમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી યુવક પર પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ કોર્ટે તેને 20 વર્ષની સજા ફટકારી હતી.

Edited byમનીષ કાપડિયા | TNN 30 Apr 2023, 11:41 am

હાઈલાઈટ્સ:

  • છોકરીને યુવક ભગાડી ગયો અને શરીર સંબંધ બાંધ્યા હતા
  • છોકરીના પરિવારે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી
  • કોર્ટે આરોપી યુવકને પોક્સો હેઠળ 20 વર્ષની સજા ફટકારી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 21 year old gets 20 year jail under pocso
છોકરીને ભગાડી જઈ શરીર સંબંધ બાંધવા બદલ કોર્ટે યુવકને 20 વર્ષની સજા ફટકારી છે.
અમદાવાદઃ એક છોકરી સાથે ભાગી જનારા યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ સ્પેશિયલ કોર્ટે યુવકને 20 વર્ષની સજા ફટકારી છે. તેને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુએલ ઓફેન્સ એક્ટ એટલે કે Pocso હેઠળ આ સજા ફટકારવામાં આવી હતી. દોષિત 21 વર્ષીય યુવક વિશાલ કરાડે કે જે સાબરમતી વિસ્તારમાં રહે છે. તે માર્ચ, 2021માં 17 વર્ષ અને 10 મહિનાની છોકરી સાથે ભાગી ગયો હતો. આ ઘટના બાદ છોકરીના પરિવારજને પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં પોલીસે તેમને ઉદયપુરમાંથી શોધી કાઢ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી યુવકને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં લીધો હતો. યુવતીના પિતાએ આઈપીસી અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

ટુ-વ્હીલર પર પાછળ બેસવા પણ ડ્રાઈવિંગ લાયસન્સ જોઈએ? ખેડૂતનું બાઈક એક્સિડન્ટમાં મૃત્યુ થતાં ફગાવાયો વીમો
કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા
આ કેસના ટ્રાયલ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ભરત પટણીએ બળાત્કારની પુષ્ટિ કરવા માટે 11 સાક્ષીઓની તપાસ કરી હતી. આરોપી માટે એવી દલીલ કરવામાં આવી હતી કે, છોકરીના પિતા લગ્નની વિરુદ્ધ હતા અને એટલા માટે તેના પર આરોપ મૂકવામાં આવ્યા હતા. યુવક પર આરોપો સાબિત થયા પછી, બચાવ પક્ષના વકીલે નમ્રતાની માગ કરી હતી. એ સમયે આરોપીની ઉંમર 19 વર્ષ હતી. ફરિયાદી પક્ષે સમાજમાં આવા ગુનાઓ વધી રહ્યો હોવાનું કહી સખત સજાની માગણી કરી હતી. એડિશનલ સેશન્સ જજ જેકે પ્રજાપતિએ દલીલો સાંભળ્યા બાદ પોક્સો એક્ટની કલમ 3A હેઠળ આરોપી યુવક કરાડેને 20 વર્ષની કેદ, આઈપીસીની કલમ 376(1) અને 376(2) માટે 10 વર્ષની જેલની સજા અને છોકરીનું અપહરણ કરી લગ્ન કરવા મજબૂર કરવા માટે ત્રણ વર્ષની સજા ફટાકરી હતી.
રિટાયર્ડ સર્કલ ઈન્સપેક્ટરને 19 વર્ષ પહેલાં ₹1000ની લાંચ લેવા બદલ 3 વર્ષની જેલ
લગ્નની લાલચ આપી ભગાડી ગયો
મહત્વનું છે કે, આવો જ એક કિસ્સો ગોંડલમાંથી પણ સામે આવ્યો છે. ગોંડલમાં રહેતી એક છોકરી ઘરેથઈ ગુમ થઈ હતી. જે બાદ તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પતો જડ્યો નહોતો. એ પછી પરિવારના સભ્યોને ખબર પડી કે એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પરિવારના સભ્યો તેના ઘરે પહોંચ્યા તો તે મળી આવ્યો નહોતો. આખરે પરિવારના સભ્યોએ આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસ હાથ ધરીને આરોપી યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી યુવક 17 વર્ષની છોકરીને ભગાડીને લઈ ગયો હતો. આ યુવક છોકરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. જે બાદ પોલીસે સગીર છોકરીને મેડિકલ ચેકઅપ માટે મોકલી આપી હતી.
Latest Ahmedabad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story