એપશહેર

અમદાવાદમાં યુવકને બર્થ-ડેની ઉજવણી કરવાનું ભારે પડયું, 22 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ

યુવકની બર્થ-ડે પાર્ટીમાં હાજર મિત્રો અને પરિવારના 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

I am Gujarat 14 Nov 2020, 8:55 pm
અમદાવાદ: શું બર્થ-ડે પાર્ટીની ઉજવણી કરવાથી કોરોના વાયરસનો ચેપ ફેલાઈ શકે છે? કારણકે અમદાવાદમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદની એક બર્થ-ડે પાર્ટીમાં મેજિક કેન્ડલને ફૂંક મારવાના વારંવાર પ્રયાસોના કારણે તે પાર્ટીમાં હાજર 22 પરિવારજનો અને મિત્રોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
I am Gujarat q8


અમદાવાદના એક યુવકની બર્થ-ડે પાર્ટીમાં પરિવાર દ્વારા મેજિક કેન્ડલ લાવવામાં આવી હતી. બર્થ-ડે પાર્ટીમાં આ યુવકે મેજિક કેન્ડલને ફૂંક મારવા છતા તે બંધ નહોતી થતી. આ દરમિયાન બર્થ-ડે પાર્ટીમાં હાજર લોકોએ પણ આ મેજિક કેન્ડલની સાથે ખૂબ મસ્તી કરી હતી. આ કારણે યુવકની બર્થ-ડે પાર્ટીમાં હાજર મિત્રો અને પરિવારના 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી બાજુ આ બર્થ-ડે પાર્ટીની કેક તે યુવકની માતાએ નહોતી ખાધી હોવાથી તેઓ સુરક્ષિતરીતે કોરોનાથી બચી ગયા હોવાના અહેવાલો પણ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં યુવકની બર્થ-ડે પાર્ટીમાં લાવવામાં આવેલી મેજિક કેન્ડલને વારંવાર જોરથી ફૂંક મારવા છતાં તે બંધ નહોતી થતી. જે રૂમમાં કેક કાપવામાં આવી હતી ત્યાં બેઠેલા ઘણાં લોકોએ મોં પર માસ્ક પણ પહેર્યું નહોતું જેના કારણે 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ, આ બર્થ-ડે પાર્ટીમાં બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

જે યુવકની બર્થ-ડે પાર્ટી હતી તે કોરોના પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતા તેણે પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને કોરોના ટેસ્ટ કરાવવા માટેની જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી નહોતી, એટલે તેઓ કોરોનાથી બચી ગયા હતા. તેમના સિવાયના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો