એપશહેર

ડિપ્લોમા ઇજનેરીમાં બીજા રાઉન્ડ બાદ 28826 બેઠકો ખાલી પડી

I am Gujarat 27 Jul 2016, 12:18 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat gujarat/ahmedabad/28826
ડિપ્લોમા ઇજનેરીમાં બીજા રાઉન્ડ બાદ 28826 બેઠકો ખાલી પડી


– ધો.૧૦ પછીના ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ગત તા.૭મી જૂનથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. કુલ ૬૦૬૧૮ બેઠકો માટે શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પુરા કર્યા બાદ હવે ૩૪૨૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો છે. જેની સામે ૨૮૮૨૬ બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકોનું શું કરવું તેની સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે. ડિપ્લો ઇજનેરીમાં ૬૦૬૧૮ સરકારી બેઠકો અને ૬૩૦૭ મેનેજમેન્ટ કવોટાની બેઠકો મળી કુલ ૬૬૯૨૫ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી. ઓનલાઇન પ્રક્રિયામાં ૫૦૫૭૧ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે પહેલા રાઉન્ડમાં ૩૭૬૧૭ વિદ્યાર્થીઓને બેઠકો ફાળવાઈ હતી. જેમને પ્રવેશની ફાળવણી કરાઈ તેઓને ફી ભરવા માટે નિશ્ચિત સમયમર્યાદા આપવામાં આવી હતી. જેમાં ૨૭૧૭૪ વિદ્યાર્થીઓએ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો હતો. જેના લીધે ૨૩૧૨૮ બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે બીજો રાઉન્ડ એટલે કે રિશફલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં ફરીવાર વિદ્યાર્થીઓે આપેલી ચોઇસના આધારે ૩૪૨૦૦ વિદ્યાર્થીઓને બેઠકો ફાળવી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવી ત્યારબાદ ૨૬૪૧૮ બેઠકો ખાલી પડી હતી. ફી ભરવા માટે અપાયેલા નિયત સમય પછી ખાલી બેઠકોનો આંકડો વધીને ૨૮૮૨૬ જેટલો થયો હતો. આમ, બે રાઉન્ડના અંતે ૨૮૮૨૬ બેઠકો ખાલી પડી હોવાની પ્રવેશ સમિતિ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે આ ખાલી પડેલી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ કરવો કે પછી ખાલી બેઠકો ભરવાની સત્તા સીધી કોલેજ સંચાલકોને સોંપી દેવી તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે ખાલી પડનારી બેઠકો ભરવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપી દેવામાં આવતી હોય છે. પરંતુ ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી. આ અંગે પ્રવેશ સમિતિના સભ્યોનો સંપર્ક કરતાં તેઓ મળી શકયા નહોતા. હવે ત્રીજા રાઉન્ડમાં જવું ન હોય તેઓે માટે ૧લીથી કોલેજ શરૂ કરાશે ! ડિપ્લોમા ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટેના બે રાઉન્ડ દરમિયાન જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોય અને તેઓ હવે આ પ્રવેશ રદ કરાવવા ઇચ્છતા ન હોય તેઓએ જે તે સંસ્થામાં જઇને પ્રવેશ કાયમ કરાવી દેવાનો રહેશે. દરેક કોલેજોમાં તા.૧લીથી અભ્યાસ શરૂ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો