એપશહેર

અ'વાદઃ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના 3 હજાર દર્દીઓ સારવાર હેઠળ

શિયાળાની સીઝનમાં કોરોના વકરશે તેવી શક્યતા છે. આ વચ્ચે હાલ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના 3 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Agencies 12 Nov 2020, 7:53 am
અમદાવાદઃ કોવિડ-19ના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં અમદાવાદીઓને કોરોનાની બીજી લહેરનો સામનો કરવો પડી શકે છે. આ વાત થોડા દિવસો પહેલા આરોગ્ય સેતુ એપ્લિકેશનના ડેટા દ્વારા સામે આવી હતી.
I am Gujarat 3000 corona patients are under treatment in private hospitals
અ'વાદઃ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના 3 હજાર દર્દીઓ સારવાર હેઠળ


અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોનાના દર્દીઓ માટે સરકારી-મ્યુનિસિપલ તેમજ 74 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 1,475 બેડની વ્યવસ્થા કરી છે. જેમાં હાલ મહાનગરપાલિકાના અને ખાનગી હોસ્પિટલોના પ્રાઈવેટ ક્વોટાના મળીને કુલ 3,035 દર્દીઓ સારવાર હેઠળ છે. જે દર્શાવે છે કે, શહેરમાં કોરોનાના કેસ વધી ગયા છે.

શિયાળાની સીઝન, પ્રદૂષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક સહિતના નિયમોના ઉલ્લંઘનના કારણે કોરોનાનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દિવાળીના તહેવાર પર છેલ્લી ઘડીએ બજારોમાં જે ભીડ ઉમટી રહી છે તેના દ્રશ્યો જોઈને આગામી દિવસોમાં કેસોમાં જબરદસ્ત ઉછાળો આવશે તેવી શક્યતા છે.

કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે મ્યુનિસિપલની એસવીપી, એલજી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલો સહિતની હોસ્પિટલો કાર્યરત છે. તદ્દઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી 74 જેટલી ખાનગી હોસ્પિટલો સંપાદિત કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા 1,475 બેડ રિઝર્વ કરવામાં આવ્યા છે. જ્યાં મહાનગરપાલિકા દ્વારા રિફર કરાયેલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવવે છે. જ્યારે ખાનગી હોસ્પિટલોના પોતાના 2107 બેડ છે, જેમાં જે દર્દીઓ પોતાના ખર્ચે સારવાર કરાવવા માગતા હોય તેમને દાખલ કરવામાં આવે છે. આમ ખાનગી હોસ્પિટલોના કુલ 3,852 બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ છે.

મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મ્યુનિસિપલ ક્વોટાના 335 બેડ ખાલી છે અને ખાનગી હોસ્પિટલોના ક્વોટાના 482 બેડ ખાલી છે. તેનો અર્થ એ છે કે, ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિસિપલ ક્વોટાના 1475 બેડમાંથી 1410 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને હોસ્પિટલના ક્વોટાના 2107 બેડમાંથી 1625 બેડ પર કોરોનાના દર્દીઓ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો