એપશહેર

મેટ્રોમાં અમદાવાદીઓ તૂટી પડ્યાઃ પહેલાં જ દિવસે 41,700 ટિકિટ વેચાતા અધધ આવક, 72 ટ્રીપ મારવી પડી

અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેની સર્વિસનું સપનું રવિવારથી સાકાર થયુ છે. પહેલાં જ દિવસે અમદાવાદીઓ મેટ્રો ટ્રેનની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા. રવિવારે મેટ્રો ટ્રેન સર્વિસના પહેલાં દિવસે 41,700 ટિકિટો વેચાઈ હતી અને રુપિયા છ લાખની આવક થઈ હતી. સાથે જ 30ના બદલે 15 મિનિટના અંતરાલે ટ્રેન દોડાવવી પડી હતી. થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજ 72 ટ્રીપ મારવી પડી હતી.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 3 Oct 2022, 11:08 am

હાઈલાઈટ્સ:

  • અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેનનું સપનું થયુ સાકાર, તૂટી પડ્યા લોકો
  • 30ના બદલે 15 મિનિટના અંતરાલે ટ્રેન દોડાવવી પડી હતી
  • 41,700 ટિકિટો વેચાતા રુપિયા છ લાખની અધધ આવક થઈ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ahmedabad metro train
મેટ્રો ટ્રેન સર્વિસના પહેલાં જ દિવસે અમદાવાદીઓ ઉમટ્યા, થઈ અધધ આવક.
અમદાવાદઃ પીએમ મોદીએ અમદાવાદની મેટ્રોનું ઉદ્ઘાટન કર્યા બાદ રવિવારથી અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેનની સેવા શરુ થઈ હતી. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વને જોડતા થલતેજ-વસ્ત્રાલ રુટ પર મેટ્રો ટ્રેનની શરુઆત થઈ છે. ત્યારે પહેલાં જ દિવસે અમદાવાદીઓ મેટ્રોની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા. પહેલાં જ દિવસે મેટ્રોમાં અમદાવાદીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેના કારણે 30 મિનિટના અંતરાલના બદલે 15 મિનિટના અંતરાલે મેટ્રો ટ્રેન દોડાવવાની ફરજ પડી હતી. એટલું જ નહીં પહેલાં જ દિવસે 41,7000 ટિકિટોનું વિતરણ થયુ હતુ અને રુપિયા છ લાખ જેટલી આવક પણ થઈ હતી.
પહેલાં જ દિવસે મેળા જેવો માહોલ
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારથી અમદાવાદીઓ માટે મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થયુ છે. મેટ્રો ટ્રેનની સર્વિસની પહેલાં જ દિવસે એટલે કે ગયા રવિવારે અમદાવાદીઓ તૂટી પડ્યા હતા. ઠેર ઠેર સ્ટેશનો પર પણ લોકોની ભારે ભીડ જામી હતી. જાણે કે કોઈ મેળો હોય એવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ પણ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે પડાપડી કરી હતી. લોકો મેટ્રો ટ્રેનની અંદર અને બહાર સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. અબાલ વૃદ્ધ સૌ કોઈ લોકોએ મેટ્રો ટ્રેનની મજા માણી હતી. જ્યારે મેટ્રો ટ્રેન અંડર ગ્રાઉન્ડ ટનલમાંથી પસાર થઈ ત્યારે લોકોની ખુશીનો પાર રહ્યો નહોતો.
Metro Trainમાં સફર માણવા માટે અમદાવાદીઓ ઉમટી પડ્યા, વ્યસનીઓને રોકીને પડીકીઓ લઈ લેવાઈ
30ના બદલે 15 મિનિટના અંતરાલે દોડાવી પડી ટ્રેન
મેટ્રો ટ્રેનની એટલી બધી ભીડ હતી કે કેટલાંક લોકોને ઊભા રહીને મુસાફરી કરવી પડી હતી. પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા મુસાફરો માટેના બાંકડા પણ ઓછા પડ્યા હતા. તો મેટ્રો ટ્રેનના પહેલાં જ દિવસે તૂટી પડેલી ભીડના કારણે 41,700 ટિકિટોનું વિતરણ થયુ હતુ અને 6 લાખ રુપિયાની આવક થઈ હતી. એટલું જ નહીં 30 મિનિટના અંતરાલના બદલે 15 મિનિટના અંતરાલે ટ્રેન દોડાવવાની ફરજ પડી હતી. સાથે જ 72 જેટલી ટ્રીપ થલતેજથી વસ્ત્રાલ અને વસ્ત્રાલથી થલતેજની મારવી પડી હતી.

પાન-મસાલાને લઈ ખાસ ચેકિંગ
બીજી તરફ, મેટ્રો ટ્રેનમાં ગંદકી ન થાય એટલા માટે તેમનું ચેકિંગ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. સાથે જ મુસાફરો પાસેથી બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, મસાલા કઢાવી લેવામાં આવ્યા હતા. જેથી કરીને જે કરોડો રુપિયાના ખર્ચે મેટ્રોની સુવિધા ઊભી કરવામાં આવી છે એમાં સ્વચ્છતા જળવાઈ રહે. ખેર, મેટ્રો ટ્રેનની સુવિધા મળતા અમદાવાદીઓ ફૂલ્યા નહોતા સમાતા. અમદવાદીઓની વર્ષો જૂની આતુરતાનો અંત આવ્યો હતો.
Read Latest Ahmedabad News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story