એપશહેર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા, 6 દર્દી વેન્ટિલેટર પર

છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, શનિવારે આ આંકડો 71એ પહોંચ્યો હતો. બીજી તરફ, સારી વાત એ છે કે, આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી

I am Gujarat 12 Dec 2021, 8:29 pm

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા
  • રાજ્યમાં હાલ કુલ 548 એક્ટિવ કેસ અને 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે
  • રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat corona
અમદાવાદઃ લગ્ન સિઝનના પગલે રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, શનિવારે આ આંકડો 71એ પહોંચ્યો હતો. બીજી તરફ, સારી વાત એ છે કે, આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. જ્યારે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાની વાત કરવામાં આવે તો હાલ કુલ એક્ટિવ કેસ 548 છે. જેમાંથી કુલ 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 542 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ, આજે 32 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10,098 નોંધાયો છે. સારી વાત એ છે કે, છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. આ સિવાય રાજ્યમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 87,796 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ: નકલી ડિગ્રી અને માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, એક યુવતી સહિત 3ની ધરપકડ
જો કે, રાજ્યમાં સૌથી વધુ 13 કોરોનાના કેસ વડોદરા કોર્પોરેશનમાં નોંધાયા છે. તો અમદાવાદ નવા 10 કેસ સાથે બીજા નંબરે છે. આ સિવાય સુરત કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 3, અમરેલી અને નવસારીમાં 2-2 કેસ નોંધાયા છે. તો કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર પણ પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,53,00,128 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વસ્ત્રાપુર પોલીસને મળી આવેલા દિલ્હીના વિદ્યાર્થીના કેસમાં ચોંકાવનારો ખુલાસો
આ સાથે દેશમાં ઓમિક્રોનનો ખતરો પણ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે CRPCની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Read Next Story