એપશહેર

અમદાવાદમાં મળતા દૂધના 61% નમૂના ક્વોલિટી ટેસ્ટમાં ફેલઃ FSSAI

Mitesh Purohit | TNN 23 Oct 2019, 9:47 am
પૌલ જ્હોન, અમદાવાદઃ ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના જુદા જુદા શહેરોમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા અને તેની ક્વોલિટી ચેક કરવામાં આવી. આ સર્વેમાં લગભગ 41 ટકા નમૂના ખરાબ ક્વોલિટી અને અખાદ્ય ક્વોલિટીના હતા. જે પૈકી ગુજરાતના જુદા જુદા શહેરોમાંથી પણ લેવામાં આવેલ દૂધના નમૂના ભેળસેળયુક્ત અને અખાદ્ય હતા. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કેન્દ્રિય એજન્સીએ દૂધના સેમ્પલનું દેશવ્યાપી સર્વેક્ષણ કર્યું હોય અને તપાસ કરી હોય. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવેલ તો 75 જેટલા શહેરો અને ગામમાંથી કુલ 456 જેટલા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જે દૂધ માટેના બેઝિક ક્વોલિટી સ્ટાન્ડર્ડથી પણ ઉતરતી કક્ષાના સાબિત થયા છે. ગુજરાતમાંથી લેવામાં આવેલ 8 જેટલા સેમ્પલમાં તો FSSAIએ લિવર કેન્સર માટે જવાબદાર તત્વો મળી આવ્યા છે. જેમાં એક સેમ્પલ આણંદમાંથી, બે સેમ્પલ પેટલાદ, 3 સેમ્પલ બોરસદ અને 2 સેમ્પલ ખંભાતમાંથી લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી લેવામાં આવેલ મોટાભાગના સેમ્પલ ફેટ અને મિલ્ક સોલિડ ટેસ્ટમાં ફેઇલ થયા છે. તેમાં પણ બજારમાં મળતી મોટાભાગની પ્રોસેસ્ડ મિલ્કની થેલીઓ જેના કુલ 113 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે પૈકી 61 સેમ્પલ આ ટેસ્ટમાં ફેઇલ થતા FSSAI પણ ચોંકી ગયું હતું. સર્વેમાં આવા પ્રોસેસ્ડ મિલ્કમાં મેલ્ટોડેક્સટ્રિન અને વધારાની ફેટ તેમજ સુગર ભેળવવામાં આવી હોય તેમ જણાયું હતું. FSSAIના સીઈઓ પવન અગ્રવાલે કહ્યું કે, ‘આ જરા પણ સ્વિકાર્ય નથી. આ પ્રકારની ભેળસેળ પ્રોસેસ્ડ મિલ્કમાં ફેટ અને SNF ભેળવવાના નિયમોનું તદ્દન ઉલ્લંઘન છે.’ આ સર્વે મેથી ઓક્ટોબર 2018 દરમિયાન કરવામાં આવ્યો હતો અને આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ તમામ સ્ટેકહોલ્ડર્સ સાથેની બેઠકમાં FSSAIએ તેને ફાઇનલાઇઝ્ડ કરી હતી. દૂધમાં શેની ભેળસેળ કરાય છે. – દૂધમાં એમોનિયમ સલ્ફેટ ભેળવવામાં આવે છે. – યુરિયા, માલ્ટો ડેકસ્ટ્રીનની ભેળસેળ કરવામાં આવે છે. – પાણી અને સુક્રોઝની ભેળસેળ થતી હોય છે. – સિન્થેટીક દૂધ બનાવવા માટે અલગ અલગ પ્રકારના શેમ્પુનો ઉપયોગ થાય છે. – દૂધના ઉત્પાદનોમાં સામાન્ય રીતે ડિટરજન્ટની ભેળસેળ થાય છે. – સફેદ પેઈન્ટ, કોસ્ટિક સોડા અને રિફાઈન્ડ તેલની ભેળસેળ થાય છે. – યુરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ અને ફોરમેલિને ભેળવવામાં આવે છે. – દૂધ લાંબો સમય ટકે માટે તેમાં પ્રીઝર્વેટિવ ભેળવાય છે. – જંતુવિનાશક ગેસનું પાણી સાથેનું મિશ્રણ પણ ભેળવવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો