એપશહેર

અમદાવાદઃ સોલા સિવિલના બે ડોક્ટરો 8 લાખની લાંચ લેતા ઝડપાયા

કેટરિંગ કોન્ટ્રાક્ટના બાકી રહેલા 1 કરોડના નાણાં માટે લાંચ માગી હતી કુલ 16 લાખની લાંચ માંગી હતી

I am Gujarat 29 Oct 2020, 9:20 pm
અમદાવાદઃ સોલા સિવિલના બે ડોક્ટર 8 લાખની લાંચ લેતા પકડાયા છે. કેટરિંગ કોન્ટ્રાક્ટના બાકી રહેલા 1 કરોડના નાણાં માટે લાંચ માગી હતી. હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
I am Gujarat acb nabbed two doctors of sola civil in ahmedabad for taking a bribe of rs 8 lakh
અમદાવાદઃ સોલા સિવિલના બે ડોક્ટરો 8 લાખની લાંચ લેતા ઝડપાયા


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફનાઓને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.

ACBએ છટકું ગોઠવી RMO ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલને આ બાબતે એસીબી દ્વારા બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી 8 લાખની લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો