એપશહેર

અમદાવાદની કંપનીનું ઈ-મેઇલ એકાઉન્ટ હેક કરીને ભેજાબાજે રૂ.94 લાખ સેરવી લીધા

TNN 2 Feb 2021, 2:03 pm
અમદાવાદઃ શહેરમાં સાઈબર ક્રાઈમની એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કંપનીનું ઈ-મેઈલ એકાઉન્ટ હેક કરીને ભેજાબાજ લાખોની છેતરપિંડી આચરી ગયો. જ્યારે કંપનીના સીનિયર એકાઉન્ટન્ટે સિમ કાર્ડ રિપ્લેસમેન્ટનો ઈ-મેઈલ જોયો ત્યારે આખો મામલો સામે આવ્યો. વધારે તપાસ કરતા સામે આવ્યું કે, કોઈએ કંપનીનું ઈ-મેઈલ ID વાપરીને બેંક ટ્રાન્જેક્શનનો ઓફિશિયલ ફોન નંબર બદલી નાખ્યો હતો અને 94.57 લાખ રૂપિયા સેરવી લીધા હતા.
I am Gujarat pol


ત્રિડેન્ટ ઈન્ડિયા લિમિટેડ કંપની સાથે બનેલી આ છેતરપિંડીની ઘટના સંદર્ભે કંપનીના HR મેનેજર વિવેક પટેલે સાઈબર ક્રાઈમ સેલમાં રવિવારે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે, આ પૈસા કંપનીની લો ગાર્ડન પાસે આવેલી નુતન નાગરિક સહકારી બેંકમાંથી ઉપાડવામાં આવ્યા હતા. તમામ ટ્રાન્જેક્શન ડિસેમ્બરમાં મહિનામાં થયા હતા. અમે હાલમાં ઓફિશિયલ ઈ-મેઈલ ID સાથે છેડછાડ કરવામાં આવી તે ડિવાઈસના IP એડ્રેસને ટ્રેસ કરી રહ્યા છીએ.

નોંધાયેલી FIR મુજબ, કંપનીના સીનિયર એકાઉન્ટન્ટ રવિ જોશીએ ઈ-મેઈલમાં સિમ કાર્ડ રિપ્લેસમેન્ટનો મેઈલ વાંચ્યો તે બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. FIRમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, રવિના તરત જ પોતાના સીનિયર્સને જાણ કરી, જેમના ધ્યાનમાં આવ્યું કે 94.57 લાખ રૂપિયા ફોન ટ્રાન્સફરથી અન્ય પ્રાઈવેટ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

સાઈબર ક્રાઈમ સેલના અધિકારીએ જણાવ્યું કે, અમે હાલમાં જે એકાઉન્ટમાં પૈસા જમા કરાવાયા હતા તેની માહિતી એકઠી કરી રહ્યા છીએ. જલ્દી જ અમે આ કૌભાંડમાં સામેલ લોકોની પણ ઓળખ સામે લાવી દઈશું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો