એપશહેર

અ'વાદ: 6 વર્ષના ટેણિયાએ દુનિયામાં વગાડ્યો ભારતનો ડંકો, સૌથી નાની વયનો પ્રોગ્રામર બન્યો

I am Gujarat 10 Nov 2020, 1:23 pm
અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા અર્હમ ઓમ તલસાણિયાએ માત્ર છ વર્ષની ઉંમરે પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરીક્ષા 23મી જાન્યુઆરી, 2020ના રોજ માઈક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વૂ ટેસ્ટ સેન્ટર ખાતે યોજાઈ હતી. દુનિયાભરના ઘણા એન્જિનિયરો માટે અઘરી ગણાતી આ પરીક્ષાને આ અર્હમે પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કમ્પ્યૂટર પ્રોગ્રામરનું બિરૂદ મેળવ્યું છે.
I am Gujarat arham 1
અર્હમ તલસાણિયાની તસવીર


અર્હમના માતા-પિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. અર્હમને નાનપણથી જ કમ્પ્યૂટર્સ અને ટેબ્લેટ્સમાં ખૂબ જ રસ હતો. તે હજુ બે વર્ષનો પણ નહોતો થયો ત્યારથી તેણે ટેબ્લેટ વાપરવાનું શરૂ કરી દીધું હતું. અલગ અલગ કમ્પ્યૂટિંગ ડિવાઈસીસ પર હાથ અજમાવવામાં તેને ખૂબ જ રસ હતો અને ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તે એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને આઈઓએસ એમ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ વાપરતો થઈ ગયો હતો.

અર્હમે પાંચ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ શીખે છે તેવા સ્ક્રેચ અને ટિન્કર જેવી સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ એપ્સ જાણતો હતો. તેને વીડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વિડીયો ગેમ બનાવવા માંગતો હતો પરંતુ આ શીખી ચૂકેલી એપ્સ તેના માટે પૂરતી નહોતી એટલે તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું. જ્યારે તેમના પિતા ઘરેથી કામ કરી રહ્યા હતા ત્યારે અર્હમ પોતાના પિતાની પાસેથી ઘણુ શીખતો હતો. પછી અર્હમે પોતાના પપ્પા સમક્ષ જાતે વિડીયો ગેમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. એવામાં તેના પિતાએ માઇક્રોસોફ્ટની પરીક્ષા અપાવવાનો નિર્ણય લીધો.

6 વર્ષનો અર્હમ પોતાની આ સિદ્ધિ પર વાત કરતા કહે છે, હું બિઝનેસ આત્રંપ્રિન્યોર બનીને બધાને મદદ કરવા ઈચ્છું છું. હું કોડિંગથી એપ્સ, ગેમ્સ અને સિસ્ટમ્સ બનાવવા ઈચ્છું છું. હું જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરવા ઈચ્છું છું.

અરહમ પાકિસ્તાની મૂળના બ્રિટિશ દિકરા સાત વર્ષીય મુહમ્મદ હમઝા શહઝાદના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. એક પરીક્ષામાં જ્યાં ઉમેદવારને પ્રતિષ્ઠિત પ્રમાણ પ્રાપ્ત કરવા માટે 1000માંથી 700 પોઇન્ટ જરૂરી હતા, અરહમે 900 પોઇન્ટ મેળવ્યા હતા અને તેણે માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટના રૂપમાં માન્યતા મળી છે.

Read Next Story