એપશહેર

'તું મારું કહ્યું નહીં કરે તો ચહેરા ઉપર એસિડ નાખી દઈશ', મુંબઈની મોડલને અમદાવાદના વ્યક્તિએ આપી ધમકી

મુંબઈમાં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા ચારેક વર્ષથી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોડલિંગ કરે છે. જેને અમદાવાદમાં કપડાની જાહેરાત માટે શૂટિંગ કરાવવાનું છે. તેવું આ યુવતીને જણાવી આરોપીએઅમદાવાદ બોલાવી હતી. જ્યાં યુવતીને એક હોટલમાં લઈ જઈ જાહેરાત માટે લુક ટેસ્ટ કરવાનું કહી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતી ગભરાઈ જતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Edited byParth Shah | I am Gujarat 17 Dec 2022, 4:30 pm

હાઈલાઈટ્સ:

  • મુંબઈમાં મોડલિંગ કરતી યુવતીએ અમદાવાદના વેપારી સામે નોંધવી ફરિયાદ
  • કપડાની જાહેરાત કરવાનું કહી આરોપીએ મુંબઈની યુવતી પર ગુજાર્યો બળાત્કાર
  • 'તું મારું કહ્યું નહીં કરે તો ચહેરા ઉપર એસિડ નાખી દઈશ' વેપારીએ આપી ધમકી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Ahmedabad Police
અમદાવાદમાં મુંબઈની મોડલે નોંધાવી બળાત્કારની ફરિયાદ
અમદાવાદ: મુંબઈમાં રહેતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોડલિંગ કરનાર 23 વર્ષીય યુવતીએ અમદાવાદના 48 વર્ષીય વેપારી સામે બળાત્કારની ફરિયાદ કરી છે. થોડા વર્ષો પહેલા વેપારીને જાહેરાત માટે મોડલની જરૂર હોવાથી બંને વચ્ચે મુલાકાત થઈ હતી. ત્યાર બાદ આરોપી તેની સાથે અવારનવાર મુલાકાત કરી હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. આ દરમિયાન આરોપી યુવતીને પ્રેમ કરતો હોવાનું જણાવતા યુવતીને પણ બાદમાં તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી યુવતીએ આરોપી સાથે અવારનવાર લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું જણાવી તેની સાથે મુલાકાત કરી બળાત્કાર ગુજારતો હતો. પરંતુ આરોપીએ આ કરાર ન કરતા આખરે યુવતીએ 48 વર્ષીય વેપારી સામે અમદાવાદ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જાહેરાત માટે લૂક ટેસ્ટ કરવાનું કહી બાંધ્યો શારીરિક સંબંધ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મુંબઈમાં રહેતી 23 વર્ષીય યુવતી છેલ્લા ચારેક વર્ષથી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોડલિંગ કરે છે. તો બીજી તરફ તેના પરિવારના તમામ સભ્યો બિહાર ખાતે રહે છે. તે વર્ષ 2019માં મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં એક વ્યક્તિએ આ યુવતીને અમદાવાદ ખાતે રહેતા 48 વર્ષીય વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. જે વ્યક્તિનો અમદાવાદમાં કપડાનો વ્યવસાય છે અને તેને કપડાની જાહેરાત માટે શૂટિંગ કરાવવાનું છે. તેવું આ યુવતીને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 48 વર્ષીય વ્યક્તિએ યુવતીને અમદાવાદ બોલાવી હતી. જ્યાં યુવતી અમદાવાદ આવતા તેને રેલ્વે સ્ટેશન આ વ્યક્તિ લેવા ગયો હતો અને બાદમાં તેને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાં જાહેરાત માટે લૂક ટેસ્ટ કરવાનું કહી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેના કારણે યુવતી ગભરાઈ જતા તે મુંબઈ જતી રહી હતી.

આરોપી મુંબઈ યુવતીના ઘરે જતો અને શારીરિક સંબંધ બાંધતો
જો.કે ઘટનાના લગભગ બે મહિના પછી વ્યક્તિએ યુવતીને ફોન કરી અને તેને પ્રેમ કરતો હોવાનું જણાવી જિંદગીભર લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માંગતો હોવાનું કહેતા યુવતીએ તેની સાથે વાત શરૂ કરી હતી. જે બાદમાં યુવતીને પણ આ વ્યક્તિ પ્રત્યે પ્રેમ થવા લાગ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચેની મુલાકાતો વધી હતી. જ્યારે જ્યારે યુવતી અમદાવાદ આવતી ત્યારે તે આ પ્રેમી સાથે હોટલમાં રોકાતી અને તે દરમિયાન આરોપી તેની પર બળાત્કાર ગુજારતો હતો. તો બીજી તરફ આરોપી અવારનવાર યુવતીને મળવા મુંબઈ પણ જતો હતો અને યુવતીના ઘરે પણ અવારનવાર જતો અને શારીરિક સંબંધ બાંધતો હતો.

'તું મારું કહ્યું નહીં કરે તો ચહેરા ઉપર એસિડ નાખી દઈશ'
એક વખત આ વ્યક્તિ મુંબઈ યુવતીને મળવા ગયો ત્યારે યુવતીએ લિવ ઇનમાં રહેવાનો કરાર કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાદમાં આરોપીએ યુવતીને કહ્યું હતું કે 'તું મારું કહ્યું નહીં કરે તો તારા ચહેરા ઉપર એસિડ નાખી તારો ચહેરો બગાડી નાખીશ' તેમ કહી ધમકી આપતો હતો. જો.કે એટલું જ નહીં યુવતી જ્યાં-જ્યાં મોડલિંગનું કામ કરતી હતી ત્યાં જઈને લોકો જોડે સંબંધ બગાડી તેનું કામ બંધ કરાવી દીધું હતું. જો.કે અવારનવાર લિવ ઇન કરાર કરવા માટે આરોપીએ આનાકાની કરી ઝઘડો થતા યુવતી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે બાદમાં યુવતીએ અંતે કંટાળીને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી છે.

Read Next Story