એપશહેર

મિત્રની પત્નીને ઘરે એકલી જોઈ યુવકે લાજ લૂંટી, વીડિયો ઉતારી રોજ બપોરે ન કરવાનું કરતો રહ્યો

મિત્રની પત્ની પર નજર બગાડી યુવક સતત તેની લાજ લૂંટતો રહ્યો હતો. એટલું જ નહીં તેને ઘરમાં એકલી જોઈને એક રાત્રે યુવક ત્યાં પહોંચી ગયો અને પછી પરિણિતાને પિંખી નાખી હતી. આ દરમિયાન વીડિયો ઉતારીને તે અવાર નવાર બ્લેકમેલ કરી યુવતી સાથે રોજ બપોરે ન કરવાનું કરતો હતો. ત્યારપછી કંટાળીને પરિણિતાએ જે પગલું લીધું એના બાદ શું થયું આપણે એના પર નજર કરીએ.

Edited byપાર્થ વ્યાસ | I am Gujarat 20 Sep 2023, 3:47 pm
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 32 વર્ષીય પરિણિતાને જોઈને શખસની દાનત બગડી ગઈ હતી. વાત એમાં એવી હતી કે શખસે જ્યારે તેના મિત્રની પત્નીને જોઈ તો તેની અંદર ખરાબ વિચારો આવવાનાં શરૂ થઈ ગયા હતા. જોતજોતામાં તે મિત્રને નહીં પરંતુ તેની પત્નીને મળવા માટે ઘરે આવતો જતો હતો. તેની નજર પત્ની પર ખરાબ હતી એની જાણકારી પણ કોઈને નહોતી. તેવામાં આ વ્યક્તિએ પોતાની નાની દીકરીને આ પરિણિતાના ઘરે મોકલી હતી. ત્યારપછીથી જ નાની દીકરીના સહારે આ યુવકે જબરી ગેમ રમી નાખી હતી.
I am Gujarat file pic
ફાઈલ ફોટો


પરિણિતાનો વ્હોટ્સએપ નંબર લઈ લીધો
યુવકે ત્યારપછી પોતાની દીકરીને આ પરિણિતાનાં ઘરે મોકલી અને પછી ફોન નંબર માગી લીધો હતો. નાની બાળકીએ કહ્યું કે મારે પપ્પાને ફોન કરવો છે પરંતુ મારી પાસે ફોન જ નથી. આમ કરીને આ યુવકે પરિણિતાનો નંબર લઈ લીધો હતો. ત્યારપછીથી એક વાર મોડી રાત્રે તેણે પરિણિતાને HI એવો મેસેજ કર્યો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી આ મહિલાનો પતિ એ સમયે પારિવારિક પ્રસંગમાં બહારગામ ગયો હતો. જેથી તે રાત્રે એકલી હતી એવું વાત વાતમાં યુવકે જાણી લીધું હતું.

મોડી રાત્રે પરિણિતાના ઘરમાં ઘૂસી ગયો
વાત વાતમાં પરિણિતાના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. જ્યાં અચાનક દરવાજા બહાર યુવકને ઊભેલો જોઈ તે વિચારતી થઈ ગઈ અને પછી અંદર બોલાવ્યો હતો. યુવકે ચા બનાવવા યુવતીને કહ્યું અને પછી રસોડામાં જઈને તેને બાથમાં ભીડી લીધી હતી. યુવતીએ કહ્યું આ તમે શું કરો છો હું ચીસો પાડીશ તો યુવકે તેનું મોઢુ ઢાંકી દીધું અને રૂમાલમાં બેભાન કરવાની દવા જેવું કઈક સુંઘાડી દીધું હતું. ત્યારપછી યુવતી બેભાન થઈ ગઈ અને પછી યુવક રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે આખી રાત તેની સાથે ન કરવાનું કર્યું હતું.

પરિણિતાને ધમકી આપી સતત પિંખતો રહ્યોનોંધનીય છે કે ત્યારપછી પરિણિતાએ બીજા દિવસે યુવકને કહ્યું કે હું પોલીસને જણાવીશ તો તેને ધમકી આપી કે મારી પાસે વીડિયો છે હું વાયરલ કરીશ અને એટલું જ નહીં મેસેજમાં જે વાતો થઈ છે એમાં પણ ઘણા ખોટા મેસેજ કરીને તને ફસાવીશ. બીજા દિવસે બપોરે જ્યારે પરિણિતાનો પતિ તેના ઘરે નહોતો ત્યારે યુવક બળજબરી પૂર્વક આવી ગયો અને ધમકી આપીને શરીર સંબંધ બાંધ્યા હતા. આવું લગભગ દરરોજ થવા લાગ્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી આ યુવક રોજ બપોરે તેના પતિની ગેરહાજરીમાં આવી જતો અને પરિણિતાને પિંખી નાખતો હતો. જોકે છેવટે પત્નીએ કંટાળીને આ અંગે પતિને વાત કરી અને પછી બંનેએ મળીને આ યુવક સામે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી દીધી હતી. અત્યારે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લેખક વિશે
પાર્થ વ્યાસ
પાર્થ વ્યાસ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારત્વ જગતમાં કાર્યરત છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ડેસ્ક સબ એડિટરથી કરી છે. તેઓ ત્યારબાદ સ્પોર્ટ્સ રિપોર્ટર અને સ્પોર્ટ્સ ન્યૂઝ ડેસ્ક પણ સંભાળી ચૂક્યા છે. તેમણે IPL 2021,2022, ભારતની વેસ્ટઈન્ડિઝ સિરીઝ ગ્રાઉન્ડ લેવલે કવર કરી છે. ત્યારપછી પોલિટિકલ ન્યૂઝ પ્રોડ્યૂસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પાર્થ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીથી માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ કર્યું છે. આ દરમિયાન રેડિયો, વેબસાઈટ, NGOમાં તેમણે ઈન્ટર્નશિપ કરી છે. તેઓ દિવ્યભાસ્કર વેબસાઈટ, ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાત તક વેબસાઈટમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story