એપશહેર

અમદાવાદમાં કોરોના: AMCએ જાહેર કરી રેડ-ઓરેન્જ ઝોનની યાદી, તમારો વિસ્તાર કઈ કેટેગરીમાં આવે છે?

Gaurang Joshi | I am Gujarat 28 Apr 2020, 6:27 pm
અમદાવાદઃ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર (8,590) પછી ગુજરાત (3,548) બીજા નંબર પર છે. રાજ્યમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ અમદાવાદમાં છે. અમદાવાદમાં હાલ 2378 પોઝિટિવ દર્દીઓ છે. કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના કુલ 48 વોર્ડને બે વિભાગ રેડ અને ઓરેન્જ ઝોનમાં વહેંચ્યા છે. જ્યારે શહેરમાં એકપણ ગ્રીન ઝોન નથી. કુલ 42 વોર્ડ ઓરેન્જ ઝોનમાં અને 6 વોર્ડને રેડઝોન જાહેર કરાયા છે. જુઓ AMC દ્વારા અમદાવાદનો કયો વોર્ડ કયા ઝોનમાં આવે છે તેની યાદી…હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોશહેરના 6 વોર્ડ રેડ ઝોનમાંદાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર,ખાડીયા, દરિયાપુર, શાહપુરને અમદાવાદમાં રેડ ઝોન હેઠળના વિસ્તારોમાં રાખવામાં આવ્યાં છે. આમ શહેરના કુલ 6 વોર્ડ રેડઝોનમાં છે. નોંધનીય છે કે અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોનાનો અજગર ભરડો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેથી આ વોર્ડને રેડઝોનમાં રાખવામાં આવ્યાં છે.અમદાવાદમાં ઓરેન્જ ઝોન હેઠળના વિસ્તારોજ્યારે પાલડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, એસ. પી. સ્ટેડિયમ, રાણીપ, મોટેરા, વાસણા, ચાંદખેડા, સરખેજ, મક્તમપુરા, જોધપુર,વેજલપુર, વટવા, મણીનગર, ઈન્દ્રપુરી, ખોખરા, લાંભા, ઈસનપુર, નરોડા, સરસપુર, બાપુનગર, ઈન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, સરદારનગર, કુબેરનગર, સૈજપુર, બોડકદેવ, ચાંદલોડિયા, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, અસારવા, શાહીબાગ, ગોમતીપુર, અમરાઈવાડી, વિરાટનગર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, ભાઈપુરાને ઓરેન્જ ઝોન હેઠળના વિસ્તારોની યાદીમાં સમાવેશ કરાયો છે.
સૌજન્યઃ AMC ટ્વીટરરેડ ઝોનમાં સુધારો નહીં આવે તો…..આ યાદીમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડને રેડ ઝોનની કેટેગરીમાં મુકાયા છે. જો ત્રીજી મે સુધીમાં રેડઝોનની સ્થિતિમાં કોઈ સુધારો નહી આવે તો તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ જ પ્રકારના ધંધા કે દુકાનો શરુ કરવાની મંજૂરી આપવામાં નહી આવે. જો રેડ ઝોનમાં સતત 14 દિવસ સુધી કોરોનાનો એક પણ કેસ નહી નોંધાય તો તેને ઓરેન્જ ઝોન જાહેર કરાશે અને જો ઓરેન્જ ઝોનમાં સતત 14 દિવસમાં એક પણ કેસ કોરોનાનો નહી નોંધાય તો તેને ગ્રીન ઝોન જાહેર કરાશે.અમદાવાદમાં એકપણ ગ્રીન ઝોન નહીંનોંધનીય છે કે અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 2378 જેટલા નોંધાયા છે. હાલની સ્થિતિએ અમદાવાદમાં એક પણ ગ્રીન ઝોન નથી. આથી ઉલટુ જો ગ્રીન ઝોનમાં કોરોનાનો પોઝિટીવ કેસ નોંધાશે તો તેને ઓરેન્જ ઝોનની કેટેગરીમાં મુકાશે અને ઓરેન્જ ઝોનમાં જો કેસ વધતાં જશે તો તેને રેડ ઝોન જાહેર કરાશે.

આ સરકારી બેંક હવે આપી રહી છે સ્પેશિયલ લોન, 6 મહિના સુધી હપ્તા નહીં

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો