એપશહેર

અમદાવાદની આ પ્રાઈવેટ હોસ્પિટલોમાં હવે કોરોનાની મફતમાં સારવાર નહીં મળે

I am Gujarat 23 Aug 2020, 4:12 pm
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા માટે રવિવારે મ્યુનિસિપલ કમિશનર IAS મુકેશ કુમારની અધ્યક્ષતામાં સાબરમતી રીવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં કોરોનાના કેસો ઘટતા AMCએ હસ્તગત કરેલી કેટલીક કોવિડ-19 પ્રાઈવેટ હોસ્પિટલોના બેડ ખાલી રહેવા પામ્યા હતા. પરિણામે આવી હોસ્પિટલોને ડિ-નોટીફાઈ કરવા તથા આરક્ષિત બેડની સંખ્યામાં ઘડાટો કરવાનો નિર્ણય લેવાયો હતો.
I am Gujarat hospital


મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી હેલ્થ કમિશનર પણ ઉપસ્થિત હતા. આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા એપેડમિક ડીસીઝ એક્ટ, 1987 હેઠળ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આરક્ષિત બેડ અને તેની સામે હાલમાં ઉપયોગ કરાતા બેડની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી. હાલમાં AMC દ્વારા કુલ 73 ખાનગી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. જોકે કોરોનાના કેસો ઘટતા કેટલીક ખાનગી હોસ્પિટલોને ડિ-નોટીફાઈડ કરવામાં આવી હતી. જે બાદ આ ખાનગી હોસ્પિટલોમાં હવે કોરોનાના દર્દીઓની ફ્રી સારવાર નહીં કરવામાં આવે.

આ ડિ-નોટીફાઈડ કરાયેલી હોસ્પિટલોમાં SMS હોસ્પિટલ, ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ, અલ-અમીન હોસ્પિટલનો સમાવેશ થાય છે. જ્યારે આગની ઘટના બાદ શ્રેય હોસ્પિટલને પણ ડી-નોટીફાઈ કરાઈ હતી. આ ઉપરાંત કોઠીયા હોસ્પિટલ તથા GCS હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર માટે આરક્ષિત બેડ ઘટાડાયા છે.

આ સાથે જ પ્રાઈવેડ ક્વોટાના કોરોનાના દર્દીઓની સારવાર માટે નોટીફાઈ કરાયેલી વધારાની 15 હોસ્પિટલોમાંથી 5 હોસ્પિટલોને પણ વિવિધ કારણોસર ડી-નોટીફાઈ કરાઈ છે. આ હોસ્પિટલોમાં પાર્થ હોસ્પિટલ, યુરો કેર આર્ના હોસ્પિટલ, સુમિત્રા હોસ્પિટલ, પ્રમુખ હોસ્પિટલ અને ભારતી વલ્લભ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો