એપશહેર

AMCએ કોવિડ ડેઝિગ્નેટેડ 9 ખાનગી હોસ્પિટલોને 6.40 કરોડ બિલ ચૂકવ્યું

AMCએ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોરોના દર્દી અંગેના અનેક સવાલોના જવાબ આપવાનું ટાળ્યું. કયા હોસ્પિટલોને કેટલું બિલ ચૂકવાયું છે તેની વિગતો પણ સામે આવી નથી.

TNN & Agencies 29 Sep 2020, 10:32 am
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ઉત્તર ઝોનની ઓફિસે તાજેતરની આરટીઆઈ અરજીના જવાબમાં દાવો કર્યો છે કે તેણે ઝોનની કોવિડ સંપાદિત હોસ્પિટલોમાં સારવાર માટેના બિલ ચૂકવવામાં 6.4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. ઉત્તર ઝોનમાં ઠક્કરનગર, સરસપુર, ઇન્ડિયા કોલોની, નરોડા રોડ, અસારવા, મેઘાણીનગર, સૈજપુર, કુબેરનગર, નોબલનગર અને નરોડા જેવા વિસ્તારો શામેલ છે. ડેટા 26 ઓગસ્ટ સુધી કરવામાં આવેલી ચુકવણીથી સંબંધિત છે. જોકે, કઈ હોસ્પિટલને કેટલું બિલ ચૂકવ્યું તેની કોઈ વિગતો મળી નથી.
I am Gujarat 8
પ્રતિકાત્મક તસવીર


જશોદાનગરના રહેવાસી યશ મકવાણાએ દાખલ કરેલી આરટીઆઈ અરજીમાં આ વાતનો ખુલાસો થયો છે. જેમાં ઉત્તર ઝોનમાં જાહેર માહિતી અધિકારી દ્વારા કેટલાય સવાલોના જવાબો સાહેબોની સૂચના મુજબ આપવાનું ટાળીને ગોળ અને અન્ય કચેરી તથા સંપાદિત હોસ્પિટલ ઉપર ઢોળી દીધું હતું. એટલું જ નહીં, AMCએ ખાનગી હોસ્પિટલોમાં મોકલેલા દર્દીઓ પૈકી પ્રત્યેક દર્દી કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવાના બદલે SOP મુજબ પ્રાઈવેટ હોસ્પિટલો બિલ બનાવે છે તેવો વિચિત્ર જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

યશ મકવાણાએ કરેલી આરટીઆઈના જવાબમાં AMCએ કોવિડ દર્દીઓની સારવાર પેટે 9 ખાનગી હોસ્પિટલને 6.40 કરોડ બિલ ચૂકવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ઝોનમાં સંપાદિત કરાયેલી ખાનગી હોસ્પિટલોને AMCએ દર્દીઓની સારવાર પેટે તેમજ અન્ય કોઈ ખર્ચ થયો હોય તો તે મળી કુલ કેટલા રૂપિયા ચૂકવાયા તેવા સવાલના જવાબમાં AMCના ઉત્તર ઝોનના કલ્પેશભાઈ વ્યાસ નામના જાહેર માહિતી અધિકારીએ હાલમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને કુલ બિલના 80 ટા પ્રમાણે 6.40 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનો જવાબ આપ્યો હતો.

આ હોસ્પિલોને ચૂકવાયું 6.40 કરોડનું બિલ
  1. કર્ણાવતી હોસ્પિટલ- સૈજપુર ટાવર સામે, નરોડા રોડ
  2. કોઠિયા હોસ્પિટલ- ઉત્તમનગર, નિકોલ ગામ રોડ
  3. તપન હોસ્પિટલ- બાપુનગર ચાર રસ્તા પાસે
  4. નારાયણા હોસ્પિટલ- રખિયાલ પોલીસ સ્ટેશન પાસે, રખિયાલ
  5. ઋગ્વેદ હોસ્પિટલ- શ્રીરામ રેસિડેન્સી, સરદાર ચોક, કૃષ્ણનગર
  6. સિંધુ હોસ્પિટલ- માયા સિનેમા રોડ, કુબેરનગર
  7. આનંદ સર્જિકલ હોસ્પિટલ- મેમ્કો ચાર રસ્તા પાસે, નરોડા
  8. સ્ટાર હોસ્પિટલ- બાપુનગર-મેમ્કો રોડ
  9. જીસીએસ હોસ્પિટલ- ચામુંડા બ્રિજ પાસે, નરોડા રોડ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો