એપશહેર

કરફ્યુ પહેલા ખરીદી માટે ઉમટી ભીડ, નિયમોનો ભંગ થતા AMCએ સેટેલાઈટ ડીમાર્ટ સીલ કર્યું

શહેરમાં લાગુ થનારા બે દિવસના કરફ્યુ પહેલા બજારો અને મૉલમાં ખરીદી માટે થઈ રહેલી ભીડ પર AMC અને પોલીસની નજર.

I am Gujarat 20 Nov 2020, 12:26 pm
અમદાવાદઃ દિવાળીના તહેવારો પછી કોરોના વાયરસનો ખતરો વધ્યો છે આવામાં ગુજરાતમાં પણ રોજ આવતા કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરીને અમદાવાદમાં સળંગ બે દિવસ સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો છે. આવામાં માર્કેટમાં જરુરી સામાન ખરીદવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાને અટકાવવા માટે ભરવામાં લેવાયેલા પગલા પહેલા કોરોના ફાટી ના નીકળે તે માટે AMC અને પોલીસ દ્વારા જરુરી જગ્યાઓ પર જઈને પગલા ભરવામાં આવી રહ્યા છે. આવામાં અમદાવાદમાં સેટેલાઈટમાં આવેલા ડીમાર્ટ મૉલને બંધ કરવાનો AMC દ્વારા સીલ કરવામાં આવ્યો છે. (ફોટોગ્રાફરઃ યોગેશ ચાવડા)
I am Gujarat amc seal satellite d mart after over crowed
કરફ્યુ પહેલા ખરીદી માટે ઉમટી ભીડ, નિયમોનો ભંગ થતા AMCએ સેટેલાઈટ ડીમાર્ટ સીલ કર્યું


બે દિવસ માટે કરફ્યુ લાદવાના નિર્ણય બાદ શાકમાર્કેટ, શોપિંગ સેન્ટર, મૉલ વગેરે જગ્યા પર ખરીદારોની ભીડને અટકાવવા માટે AMC દ્વારા પગલા ભરવાનું શરુ કરવામાં આવ્યું છે. જેમાં સેટેલાઈટમાં આવેલા ડીમાર્ટ મોલમાં અને બહાર ભારે ભીડ થઈ ગયા પછી નિયમોનું પાલન ના થતા તેને સીલ કરવાનો AMC દ્વારા નિર્ણય લેવાયો હતો. ડીમાર્ટમાં ભીડ અને નિયમોના ભંગની માહિતી મળતા AMCની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કર્યા બાદ મૉલને સીલ કરવાનો નિર્ણય લીધો હતો.


ગુરુવારે રાત્રે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારના સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં કરફ્યુ રહેવાનો છે આવામાં લોકો બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે. બે દિવસનું કરફ્યુ આગળ જતા લોકડાઉનમાં પરિવર્તિત થશે તેવી આશંકા અને અફવા લોકો દ્વારા ફેલાવાતી હતી જેને પણ સરકારે નકારીને સ્પષ્ટતા કરી છે.

સીએમે જણાવ્યું હતું કે, અમદાવાદમાં બે દિવસના કરફ્યુ ઉપરાંત, રાત્રી કરફ્યુનો નિર્ણય માત્ર તકેદારીના ભાગરુપે જ લેવામાં આવ્યો છે. ગુજરાતમાં લોકડાઉન લાગવાની વાતો માત્ર અફવા છે, અને સરકારનું તેવું કોઈ આયોજન નથી. મહત્વનું છે કે ગઈકાલે રાત્રે 55 કલાકથી લાંબા કરફ્યુના સમાચારો આવ્યા બાદ આજે સવારથી જ બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કરફ્યુ પહેલા ખરીદી માટે ઉમટેલા લોકો દ્વારા કોરોના વકરે નહીં તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે અને AMCની વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો