એપશહેર

સકંજામાં સરકારી બાબુઓ: રાજ્યના 38 લાંચિયા અધિકારીઓ પાસેથી ₹ 50 કરોડ મળ્યા

3 ક્લાસ વન ઓફિસર, 11 ક્લાસ ટુ ઓફિસ અને 24 ક્લાસ થ્રી ઓફિસર પાસેથી ACBએ આવક કરતાં વધુ સંપત્તિ જપ્ત કરી.

I am Gujarat 4 Jan 2021, 8:36 am
2020ના વર્ષમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ ફરતે ગાળિયો કસવામાં લાંચરુશ્વત વિરોધી બ્યૂરોને સારી સફળતા પ્રાપ્ત થઈ છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી વધુ લાંચિયા અધિકારીઓ-કર્મચારીઓ આ વર્ષે પકડાયા છે. રાજ્યના અલગ-અલગ વિભાગના કુલ 38 અધિકારીઓ-કર્મચચારીઓની 50 કરોડ 11 લાખ 12 હજાર 824 (રૂ. 50,11,12,824) રૂપિયાની આવક કરતાં વધુ સંપત્તિનો ખુલાસો થયો છે.
I am Gujarat acb guj


2020ના વર્ષમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ની ટીમે કુલ 198 કેસ કર્યા છે. 307 લાંચિયાઓની ધરપકડ કરી છે અને સજાનું પ્રમાણ 17 ટકા વધ્યું છે. એકંદરે 2020નું વર્ષ ACB માટે સફળ રહ્યું તેમ કહી શકાય. એસીબીના વડા ડૉ. કેશવકુમાર CBIમાં ફરજ બજાવી ચૂક્યા છે. વળી, તેઓ પ્રામણિક અને વહીવટી કુશળતા ધરાવતા કડક અધિકારી છે. જેથી કોઈને પણ શેહ-શરમ રાખ્યા વિના એસીબીની ટીમ નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. તેનું પરિણામ જોવા મળ્યું છે.

વીતેલા વર્ષની કામગીરીના સરવૈયા પર નજર કરીએ તો, સરકારી અધિકારી-કર્મચારી અને ખાનગી વ્યક્તિ મળીને કુલ 307 સામે 198 કેસ નોંધાયા છે. જેમાં 7 ક્લાસ વન ઓફિસર, 41 ક્લાસ ટુ ઓફિસર, 150 ક્લાસ થ્રી ઓફિસર અને 97 અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આવક કરતાં વધુ સંપત્તિ શોધી કાઢવામાં એસીબીની ટીમ સફળ રહી છે. ત્યારે રકમ અને સંખ્યા બંને એસીબીના ઈતિહાસની અભૂતપૂર્વ ઘટના ગણી શકાય. કુલ 38 અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી 50 કરોડથી વધુની બેનામી સંપત્તિ હાથ લાગી છે. જેમાં 3 ક્લાસ વન અધિકારી, 11 ક્લાસ ટુ ઓફિસર અને 24 ક્લાસ થ્રી ઓફિસરનો સમાવેશ થાય છે. કુલ 198 ગુનામાંથી 174માં ચાર્જશીટ કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. ભારતમાં કોઈ સ્થળે આ રીતે એસીબીની ખાસ ટીમ કાર્યરત નથી. આવક કરતાં વધુ સંપત્તિ શોધવા માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના વડપણ હેઠળ બીડીએ (બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરવામાં આવી છે. તદ્ઉપરાંત જ્યારે આશિષ ભાટિયા (હાલ ડીજીપી) એસીબીના વડા હતા ત્યારે તેમણે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કેશવકુમારે વધારો કરીને ટેક્નિકલ રીતે ACBની ટીમને વધુ મજબૂત કરી છે. કેશવકુમારનો સ્વભાવ માત્ર કામગીરી પૂરતો મર્યાદિત રહ્યો છે. કોઈ જાતની ખટખટ તેઓ કરતા નથી. જેથી દરેક અધિકારી અને કર્મચારી સ્વતંત્ર રીતે કામગીરી કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો