એપશહેર

અમદાવાદઃ માસ્ક ન પહેરનારા લોકો પ્રત્યે પોલીસ દાખવી રહી છે કૂણું વલણ, નથી નોંધી રહી ગુનો

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતાં માસ્ક વગર ફરતા લોકો સાથે પોલીસ કૂણું વલણ અપનાવી રહી છે. કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ માસ્ક ફરજિયાત હોવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, બે વર્ષમાં બુધવારે પહેલીવાર એવું બન્યું હતું જ્યારે અમદાવાદ પોલીસે માસ્કના નિયમના ઉલ્લંઘનનો એક પણ કેસ નોંધ્યો નહોતો.

Authored byમિત્તલ ઘડિયા | TNN 8 Apr 2022, 8:01 am

હાઈલાઈટ્સ:

  • માસ્ક ન પહેરતા લોકો પ્રત્યે નરમ વલણ દાખવવાની પોલીસને અપાઈ છે સૂચના
  • ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગે માસ્કના નિયમમાં સંપૂર્ણ છૂટછાટ અંગે નથી લીધો નિર્ણય
  • કેટલાક વિસ્તારોમાં પોલીસ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ લેતી નથીઃ આશિષ ભાટીયા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat mask rule violation
કોવિડ-19ના કેસ ઘટતાં માસ્ક ન પહેરનારા લોકો પ્રત્યે કૂણું વલણ દાખવી રહી છે પોલીસ
અમદાવાદઃ કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ 24 જૂન, 2020ના રોજ કડક રીતે માસ્કનો નિયમ લાગુ કર્યા બાદ બુધવારે પહેલીવાર શહેર પોલીસે ઉલ્લંઘનનો એક પણ કેસ નોંધ્યો નહોતો. કોરોના વાયરસમાં ઘટાડો થતાં અને આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી માસ્ક વગર ફરતા લોકો સાથે પોલીસ કડક વલણ દર્શાવશે નહીં, તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર, દિલ્હી અને તેલંગાણામાં પહેલાથી જ માસ્કનો નિયમ હટાવી લેવામાં આવ્યો છે. 'રાજ્યના ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગે હજી પણ નિયમમાં સંપૂર્ણ છૂટછાટ અંગે નિર્ણય લેવાનો બાકી હોવાથી પોલીસને લોકો પ્રત્યે કૂણું વલણ દાખવવાની સૂચના આપવામાં આવી છે', તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહીસાગરઃ તીર્થધામ દેગમડા પાસે નદીમાં ન્હાવા પડેલાં 6 યુવાનો ડૂબ્યા, 3નાં મોત નિપજ્યા
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં માર્ચ મહિનામાં કોવિડ-19ના સરેરાશ 18 કેસ નોંધાયા હતા, જે એેપ્રિલના પહેલા અઠવાડિયામાં ઘટીને ચાર કેસ થઈ ગયા હતા. માર્ચમાં માસ્કના નિયમના ઉલ્લંઘનના સરેરાશ 50 કેસ નોંધાયા હતા, જે એપ્રિલમાં ઘટીને ચાર થઈ ગયા હતા. પોલીસે લગભગ એક મહિનાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, એપિડેમિક ડિસીઝ એક્ટ અને કોવિડ-19 રેગ્યુલેશન એક્ટ, 2020 હેઠળ લોકો સામે ગુનો નોંધવાનું પણ પોલીસે બંધ કરી દીધું છે, તેમ પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું.

75 વર્ષીય ચોકીદારનું હાર્ટ એટેકથી મોત, લકવાગ્રસ્ત પત્ની-બે પૌત્રો નિરાધર બન્યા
જ્યારે જાન્યુઆરીમાં કોવિડ-19ના કેસ ફરીથી વધ્યા ત્યારે પોલીસ કર્મચારીઓ નિયમિત આશરે 1500થી 2000 જેટલા લોકો પાસેથી દંડ લેતા હતા. ફેબ્રુઆરીમાં કેસ ઘટતા, માસ્ક નિયમ ઉલ્લંઘનના કેસ પણ ઘટ્યા હતા. માસ્ક ન પહેરવા બદલનો દંડ પહેલા 100થી 500 રૂપિયા અને બાદમાં 1 હજાર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, અમારો અભિગમ માસ્ક ફાઈન ડ્રાઈવને કોવિડ 19ના કેસની સંખ્યા સાથે લિંક કરવાનો છે. જ્યારે પણ કેસ વધે છે, ત્યારે અમે ડ્રાઈવ યોજીએ છીએ અને ઉલ્લંઘનકારોને દંડ ફટકારીએ છીએ. જ્યારે કેસમાં ઘટાડો થાય છે, ત્યારે માસ્ક દંડમાં પણ ઘટાડો થાય છે. કેટલાક સ્થળ પર તો પોલીસ નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ પણ લેતી નથી.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story