એપશહેર

રથયાત્રામાં સુરક્ષાના ભાગરુપે ATS પણ થશે સામેલ, 2500 પોલીસકર્મી બોડી વોર્ન કેમેરાથી રાખશે વોચ

આગામી પહેલી જુલાઈના રોજ અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ત્યારે સુરક્ષના ભાગરુપે આ વર્ષે ATS પણ તૈનાત રહેશે અને ચાંપતી નજર રાખશે. સાથે જ 2500 જેટલાં પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી રથયાત્રાના રુટ પર વોચ રાખશે. આ સિવાય હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને કમાન્ડો પણ રથયાત્રાના રુટ પર વોચ રાખશે. આ કમાન્ડોની ટીમ રથયાત્રાના રુટ પર આકાશમાંથી સતત પેટ્રોલિંગ કરશે.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 25 Jun 2022, 11:23 am

હાઈલાઈટ્સ:

  • આગામી પહેલી જુલાઈના રોજ અમદાવાદમાં નીકળશે 145મી રથયાત્રા
  • 238 સીસીટીવી કેમેરા, 2500 જેટલાં પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે
  • શહેરના 8 પોલીસ સ્ટેશનોમાં મિની કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ahmedabad rath yatra
રથયાત્રાના બંદોબસ્તમાં 8 DG-IG, 30 SP, 35 ACP, SRP અને CRPFની 68 કંપની તૈનાત રહેશે.
અમદાવાદઃ આગામી પહેલી જુલાઈના રોજ શહેરમાં ધૂમધામથી રથયાત્રા નીકળશે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. રથયાત્રા (Ahmedabad Rath yatra 2022)દરમિયાન પોલીસનો જડબેસલાક બંદોબસ્ત (Police arrangement in Rath yatra)ગોઠવવામાં આવશે. ત્યારે મહત્વની વાત એ છે કે, આ વર્ષે યોજાનારી રથયાત્રામાં સુરક્ષાના ભાગરુપે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) પણ સામેલ થશે. પહેલી જુલાઈના રોજ શહેરમાં યોજાનારી 145મી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને એની એ સુનિશ્ચિત કરવા માટે ATS સામેલ થશે. સાથે જ શહેર (Ahmedabad News) પોલીસ ડ્રોનથી પણ વોચ રાખશે. આ સિવાય બોડી વોર્ન કમેરાથી સજ્જ પોલીસકર્મીઓ પણ ચાંપતી નજર રાખશે.

બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, રથયાત્રાના રુટ પર 238 સીસીટીવી કેમેરા ઉપરાંત 2500 જેટલાં પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ હશે. પોલીસ દ્વારા રથયાત્રાના રુટ પરના 238 સીસીટીવી કેમેરાની ફીડ ઉપર સતત વોચ રાખવામાં આવશે. છેલ્લાં બે મહિનાથી પોલીસ ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહી છે. આ સિવાય હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને કમાન્ડો પણ રથયાત્રાના રુટ પર વોચ રાખશે. આ કમાન્ડોની ટીમ રથયાત્રાના રુટ પર આકાશમાંથી સતત પેટ્રોલિંગ કરશે.
રથયાત્રાના બંદોબસ્તમાં 8 DG-IG, 30 SP, 35 ACP, SRP અને CRPFની 68 કંપની તૈનાત રહેશે
8 પોલીસ સ્ટેશનોમાં કંટ્રોલ રુમ
રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ પણ જાતની ચૂક ન રહે એ માટે શહેર પોલીસે એવું પણ નક્કી કર્યું છે કે, કારંજ, માધવપુરા, શાહપુર, ગાયકવાડ હવેલી, શહેરકોટડા, કાલુપુર, ખાડિયા અને દરિયાપુર સહિત 8 પોલીસ સ્ટેશનોમાં મિની કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવશે. સાથે જ પોલીસના વાહનો પર પણ કેમેરા હશે. ઉપરાંત બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ, ચેતક કમાન્ડોસ તથા ડૉગ સ્ક્વોડની ટીમ પણ રથયાત્રા દરમિયાન તૈનાત રહેશે.
અમદાવાદમાં 145મી રથયાત્રા પહેલા યોજાઈ જળયાત્રા, ભૂદરના આરે સાધુ-સંતોની હાજરીમાં કરાયું ગંગાપૂજન
મહત્વનું છે કે, રથયાત્રાની તૈયારી તથા સ્થિતિ અને બંદોબસ્તનો તાગ મેળવવા માટે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ક્રાઈમ બ્રાંચમાં ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રથયાત્રાના બંદોબસ્તમાં 8 DG-IG, 30 SP, 35 ACP, SRP અને CRPFની 68 કંપની તૈનાત રહેશે.
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story