એપશહેર

આવતીકાલે લગ્નપ્રસંગમાં જતા પહેલા અમદાવાદ પોલીસની આ ચેતવણી વાંચી લેજો

તમે આવતીકાલે જ્યારે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળો ત્યારે કંકોત્રી હાથમાં રાખજો. આ રીતે તમે લગ્નપ્રસંગમાં હાજરી આપી શકશો.

I am Gujarat 21 Nov 2020, 7:28 pm
અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી એટલે કે સળંગ 55 કલાક કરતા લાંબો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. જો તમે આવતીકાલે લગ્નપ્રસંગમાં જવા માટેની તૈયારી કરી રાખી છે તો હવે શું કરશો? આ માટે તમારું નામ લગ્નપ્રસંગમાં આમંત્રિત લોકોના લિસ્ટમાં હોવું જરૂરી છે. તમે આવતીકાલે જ્યારે લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળો ત્યારે કંકોત્રી હાથમાં રાખજો. આ રીતે તમે લગ્નપ્રસંગમાં હાજરી આપી શકશો.
I am Gujarat q13


લગ્નપ્રસંગનું આયોજન કરવું એ બહુ મોટી વાત છે. જ્યાં એકબાજુ આ શનિ-રવિમાં અમદાવાદમાં આશરે 1800 લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સરકાર તરફથી કર્ફ્યુ લાગુ કરાતા અમદાવાદીઓની ચિંતામાં વધારો થયો છે. કારણકે જે પરિવારમાં લગ્નપ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં કંકોત્રી અપાઈ ગઈ છે, હોલ બુક થઈ ગયા છે, સાથે-સાથે ઢોલી, સિંગર, કેટરિંગ, બ્યુટિશિયન્સ, ડેકોરેશન, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સને એડવાન્સ પેયમેન્ટ પણ કરવામાં આવ્યું છે. ત્યારે અચાનક કર્ફ્યુ લાગુ કરાતા તેમની ચિંતામાં વધારો થયો છે.

આ વિશે વાત કરતા સિંગર જયકર ભોજકે જણાવ્યું કે મોટાભાગના લગ્નપ્રસંગની તૈયારીઓ 6 મહિના પહેલા શરૂ થઈ જાય છે. મારી જાણકારીમાં 70 એવી એજન્સીઓ છે કે જેમની રોજગારી માત્ર લગ્નની સિઝન પર આધારિત હોય છે. હાલ લગ્ન માટેના હોલનું બુકિંગ થઈ ગયું છે. ડેકોરેશન, જ્વેલરી, ઘરેણાં, લગ્નના કપડા સહિતની તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે આ કર્ફ્યુમાં લગ્નપ્રસંગનું આયોજન કેવી રીતે કરવું તેની ચિંતા સતાવી રહી છે.

અમદાવાદના એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરે આ વિશે વાત કરતા જણાવ્યું કે જ્યારે રાજ્યમાં પેટાચૂંટણી યોજાઈ ત્યારે સરકારને કર્ફ્યુ વિચાર આવ્યો નહીં. ત્યારે વિશાળ રેલીઓ યોજાઈ અને મોટીસંખ્યામાં લોકો મત આપવા માટે ગયા હતા. અમદાવાદથી કેવડિયાના સી-પ્લેનના કાર્યક્રમનું પણ આયોજન થયું. ત્યારે હવે કેમ કર્ફ્યુ લગાવો છો?

ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ કર્ફ્યુ દરમિયાન સ્થાનિક પોલીસની મંજૂરી સાથે લગ્નપ્રસંગનું આયોજન કરી શકાશે. પરંતુ, આ લગ્નપ્રસંગમાં 200 કરતા વધારે લોકો હાજર રહી શકશે નહીં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો