એપશહેર

હાર્દિકનો ટોણો, 2014 પછી ભ્રષ્ટાચારી ભાજપમાં જાય છે, જેલમાં નહીં..

Tejas Jinger | I am Gujarat 10 Nov 2017, 7:57 am
I am Gujarat before 2014 corrupt was going to jail but now joining bjp
હાર્દિકનો ટોણો, 2014 પછી ભ્રષ્ટાચારી ભાજપમાં જાય છે, જેલમાં નહીં..


હાર્દિક પટેલનો ભાજપ પર ટોણો

ગાંધીનગરઃ એક તરફ પાટીદારોને અનામત મામલે પાસ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો થઈ રહી છે ત્યારે બીજી તરફ હાર્દિક પટેલ ભાજપ પર પ્રહાર કરવાની એક પર તક જતી કરવા નથી માગતો. ફરી એક વખત હાર્દિકે ભાજપ પર ટોણો મારીને કહ્યું છે કે, 2014 પહેલા બધા ભ્રષ્ટાચારી જેલમાં જતા હતા જ્યારે 2014 પછી બધા ભ્રષ્ટાચારી ભાજપમાં જાય છે. ખરેખર દેશ નહીં પણ નેતાઓ બદલાઇ રહ્યા છે. આ વાત કરવાની સાથે હાર્દિકે પાટીદારોને સમાજ પર અત્યાચાર કરનાર ભાજપને ફરીવાર લાવીને પાટીદાર શહીદોનું અપમાન નહીં કરવા આહવાન પણ કર્યું છે.

પાટીદાર અનામત પર બેઠકો

પાસ અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર અનામત મુદ્દે બેઠક થઈ રહી છે, જેમાં OBC કે EBCને બાજુએ રાખીને બંધારણીય રીતે અને આર્થિક આધારે સ્પેશિયલ કેટેગરી મુજબ પાટીદારોને અનામત મળે તે મુદ્દે ચર્ચા થઈ હતી. અનામત અંગે કોઈ નિર્ણય લેતા પહેલા પાસના પ્રતિનિધિઓ ઉમિયા સંસ્થાન, ઊંઝા-ખોડલધામ જેવી સંસ્થાના અગ્રણીઓ સાથે વાત કરીને તેમનું માર્ગદર્શન લેશે. તે સાથે પાસના અન્ય સભ્યો અને આંદોલનના સહયોગીઓ સમક્ષ પણ આ વાત રજૂ કરવામાં આવશે. તેના આધારે કોંગ્રેસ સાથે આગામી મીટિંગમાં કેટલા ટકા અનામત અને કઇ કેટેગરી મુજબ લેવી તે ફાઇનલ કરવામાં આવશે.

..તો આપણો વાંક ગણાય

File Image આટલેથી ન અટકેલા હાર્દિકે ભાજપ પ્રહાર ચાલુ રાખીને કહ્યું કે, જો એક જ વ્યક્તિથી બે વખત છેતરાઇએ તો તે આપણો જ વાંક ગણાય. પાટીદારો તો માત્ર છેતરાયા નથી ઘવાયા પણ છે. ભાજપ સરકારે પાટીદારોનો ઉપયોગ કરી પાટીદારને જ એના અધિકારથી દૂર રાખ્યો છે. પાટીદાર સમાજનું વિચારીને ભાજપને હટાવીને રહેજો તેવું આહવાન કર્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો