એપશહેર

બિલ્કિસ બાનોના બળાત્કારીઓને સારા વર્તનના કારણે જેલમુક્ત કરાયાઃ સુપ્રીમમાં ગુજરાત સરકારનો જવાબ

રાજ્ય સરકારે 11 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો કેમ કે દોષિતોએ જેલમાં 14 વર્ષ અને તેનાથી વધારે સમયની સજા પૂરી કરી લીધી હતી. આ દરમિયાન તેમનું વર્તન પણ સારું હતું. રાજ્ય સરકારની મંજૂરી બાદ 10 ઓગસ્ટ 2022ના રોજ દોષિતોને છોડી મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે 1992ની નીતિ અંગર્ગત પ્રસ્તાવો પર પણ વિચાર કર્યો છે

Edited byચિંતન રામી | I am Gujarat 17 Oct 2022, 11:05 pm

હાઈલાઈટ્સ:

  • એફિડેવિટમાં સરકારે કહ્યું હતું કે આ નિર્ણય એપેક્સ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી 1992 રેમિશન પોલિસી અંતર્ગત લેવામાં આવ્યો છે
  • ગુજરાત સરકારે કહ્યું હતું કે તમામ દોષિતોને બોર્ડમાં સામેલ તમામ વ્યક્તિઓના મતના આધારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો
  • રાજ્ય સરકારની મંજૂરી બાદ 10 ઓગસ્ટ 2022ના રોજ દોષિતોને છોડી મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat bilkis bano
ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 2002માં બિલ્કિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મેળવનારા 11 દોષિતોને છોડી મૂકવામાં આવ્યા છે. જેને લઈને ઘણો વિવાદ પણ ઊભો થયો છે. ગુજરાત સરાકરે પોતાની ક્ષમા નીતિ અંતર્ગત તેમને છોડી મૂક્યા છે. બિલ્કિસ બાનોના દોષિતોને રેમિશન અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે થર્ડ પાર્ટી આ મામલે કેસ દાખલ કરી શકે નહીં. એફિડેવિટમાં સરકારે કહ્યું હતું કે આ નિર્ણય એપેક્સ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી 1992 રેમિશન પોલિસી અંતર્ગત લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે અરજીકર્તા સુભાષિની અલી, રેવતી લાઉલા અને રૂપ રેખા રાણીની અરજીના જવાબમાં એફિડેવિટ રજૂ કરી હતી. પોતાની એફિડેવિટમાં ગુજરાત સરકારે કહ્યું હતું કે રેમિશન ઓર્ડરને પડકારવો જનહિત અરજીના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ અધિકારોનો દુરઉપયોગ છે. ગુજરાત સરકારે કહ્યું હતું કે તમામ દોષિતોને બોર્ડમાં સામેલ તમામ વ્યક્તિઓના મતના આધારે મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં સજા દરમિયાન દોષિતના વ્યવહાર પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે 11 કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો કેમ કે દોષિતોએ જેલમાં 14 વર્ષ અને તેનાથી વધારે સમયની સજા પૂરી કરી લીધી હતી. આ દરમિયાન તેમનું વર્તન પણ સારું હતું. રાજ્ય સરકારની મંજૂરી બાદ 10 ઓગસ્ટ 2022ના રોજ દોષિતોને છોડી મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે 1992ની નીતિ અંગર્ગત પ્રસ્તાવો પર પણ વિચાર કર્યો છે. આ મુક્તિ નિયમ પ્રમાણે થઈ છે. અરજીકર્તાઓનું તે કહેવું ખોટું છે કે આ લોકોને આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગે સજામાં છૂટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ગોધરામાં ટ્રેન સળગાવવામાં આવી હતી જેમાં કારસેવકોના મોત થયા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની ત્રણ વર્ષીય પુત્રી સહિત પરિવારના સાત સભ્યોને મારી નાંખવામાં આવ્યા હતા. તે સમયે બિલ્કિસ બાનો 21 વર્ષની હતી અને તેને પાંચ મહિનાનો ગર્ભ પણ હતો.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story