એપશહેર

અમદાવાદઃ મેમનગર બસ સ્ટેન્ડ પર ભડભડ ભડકે બળી BRTS બસ, તમામ મુસાફરો સુરક્ષિત

અમદાવાદમાં હેલમેટ ચાર રસ્તા પાસે BRTS બસમાં આગ લાગવાની ઘટના બની છે. મેમનગર બસ સ્ટેન્ડ પર બનેલી આ ઘટનામાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ છે. જોકે, કોઈ જાનહાનીની ઘટના બની નથી. આગનો બનાવ બન્યા પછી બસમાં તથા સ્ટેન્ડ પર રહેલા મુસાફરો તથા સ્ટેન્ડમાં રહેલા સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Edited byTejas Jingar | I am Gujarat 16 Sep 2022, 10:11 am

હાઈલાઈટ્સ:

  • અમદાવાદમાં હેલમેટ ચાર રસ્તા પાસે BRTS બસમાં લાગી
  • BRTS બસમાં સવાર અને સ્ટેન્ડ પર બેઠેલા મુસાફરો સુરક્ષિત
  • આગ પર સંપૂર્ણ કાબૂ મેળવીને વધુ તપાસ શરુ કરાઈ છે
હાઈલાઈટ ટેક્સ્ટ
અમદાવાદઃ હેલમેટ ચાર રસ્તા પાસે મેમનગર સ્ટેન્ડ પર BRTS બસમાં આગ લાગવાની ઘટના બની છે. બસ સ્ટેન્ડ પર જ બસમાં આગ લાગવાની ઘટના બનતા બસ સ્ટેન્ડ પર આગની ઝપેટમાં આવી ગયું છે. સામાન્ય આગના તણખાએ ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ગંભીર સ્થિતિને જોતા બસ સ્ટેન્ડમાં રહેલા સ્ટાફ તથા મુસાફરોને તેમાંથી ખસેડી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનીની ખબર સામે આવી નથી. આગ લાગવાનું કારણ શું છે તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે. બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનાના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક પર થોડા સમય માટે જામ થઈ ગયો હતો.
આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવી લીધો
બસમાં આગ લાગ્યાનું માલુમ પડતા જ સમયસર બસમાં સવાર મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે આ પછી આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી બસ ભડભડ ભડકે બળી હતી. બસની સાથે મેમનગર બસ સ્ટેન્ડ પર આગની ઝપેટમાં આવી ગયું હતું. આગ પર ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આખી બસ આગમાં ખાખ થઈ ગઈ
કહેવાઈ રહ્યું છે કે BRTS બસમાં અમદાવાદમાં પહેલીવાર આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના બાદ લોકોના તથા આ રોડ પરથી પસાર થતા અન્ય મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે અને આખી બસ તથા બસ સ્ટેન્ડનો કેટલોભાગ ખાખ થઈ ગયો છે.

આ આગ લાગવાનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. જોકે, બસમં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ પર BRTS આવીને ઉભી રહી તે પછી અચાનક આગની ઘટના બની હતી જેના કારણે અહીંથી પસાર થતા અન્ય વાહનચાલકો થોભી ગયા હતા જેના લીધે થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.

Read Next Story