એપશહેર

અમદાવાદ: NRI મહિલા પાસેથી 3 કરોડ રૂપિયા લઈ બિલ્ડરે ફ્લેટ બારોબાર વેચી માર્યો

Builder Cheat NRI Woman: NRI મહિલા અમદાવાદ શહેરના લો ગાર્ડન પાસે ફ્લેટ ખરીદવા માટે 3 કરોડ ચૂકવ્યા હતા. જો કે, તેમને ફ્લેટ બારોબાર બીજાને વેચી દેતા સુરતના રહેવાસી હિરેન કપાસિયાવાલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી કે તેમની ભાભી પ્રિયંકા દેસાઈ સાથે બિલ્ડર ભાવિન મહેતા અને સૌરિન પંચાલે છેતરપિંડી આચરી છે.

Edited byદીપક ભાટી | TNN 30 Apr 2022, 11:15 am
અમદાવાદઃ અમેરિકામાં સ્થાયી થયેલી એક NRI મહિલા સાથે 3 કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મહિલા લો ગાર્ડન પાસે ફ્લેટ ખરીદવા માટે 3 કરોડ ચૂકવ્યા હતા. જો કે, તેમને ફ્લેટ બારોબાર બીજાને વેચી દેવાતા સુરતના રહેવાસી હિરેન કપાસિયાવાલાએ એલિસબ્રિજ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી કે તેની ભાભી પ્રિયંકા દેસાઈ સાથે બિલ્ડર ભાવિન મહેતા અને સૌરિન પંચાલે છેતરપિંડી આચરી છે.
I am Gujarat NRI Woman Cheated by Builder
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ


હિરેને પોલીસને જણાવ્યું કે, પ્રિયંકાના પિતા રમેશે 2017માં અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તેમને લો ગાર્ડનમાં હાઉસિંગ સ્કીમની જાણ થઈ. તેઓએ સેન્ટ્રલ પાર્ક નામની સોસાયટીની મુલાકાત લીધી હતી અને એન્ટ્રી ગેટ પર બિલ્ડરો વિશે પૂછપરછ કરી હતી. સિક્યોરિટી ગાર્ડે તેમને મહેતા અને પંચાલના કોન્ટેક્ટ નંબર આપ્યા. રમેશે પંચાલને ફોન કર્યો અને ગુજરાત કોલેજ પાસે બંનેને મળવા ગયા હતા.

બિલ્ડરોએ રમેશને કહ્યું કે એક ફ્લેટની કિંમત રૂ. 3 કરોડ થશે અને 2020 સુધીમાં પઝેશન આપવામાં આવશે. મનાવીને રમેશે ટોકન રકમ આપી અને પ્રિયંકાએ બાદમાં બાકીના પૈસા યુએસમાંથી ચૂકવ્યા. કુલ મળીને બિલ્ડરોને રૂ. 3.03 કરોડ ચૂકવ્યા હતા તેવું એફઆઈઆરમાં જણાવાયું છે.

મે 2021માં જ્યારે રમેશ અને કપાસિયાવાલાએ ફ્લેટનો કબજો માંગ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું કે કોવિડ રોગચાળાને કારણે કામમાં વિલંબ થયો છે. ત્યારબાદ બંને સોસાયટીના સેક્રેટરીને મળ્યા જેમણે તેમને જણાવ્યું કે આ ફ્લેટ 2019માં ચિરાગ પંડિત નામના વ્યક્તિને વેચવામાં આવ્યો હતો.

જ્યારે રમેશે બિલ્ડરોનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ તેમને કહ્યું કે તેઓએ પંડિતને ફ્લેટ આપ્યો છે કારણ કે તે તેમની હાઉસિંગ સ્કીમમાં રોકાણકારોમાંનો એક હતો. બંનેએ રમેશને ખાતરી આપી હતી કે તેઓ તેને બીજો ફ્લેટ આપશે પરંતુ તેઓએ ન તો તેમનું વચન પૂરું કર્યું કે ન તો પૈસા પાછા આપ્યા એમ કપાસિયાવાલાએ જણાવ્યું હતું, જેમણે પ્રિયંકાના વતી બે આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસભંગની ફરિયાદ નોંધાવી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story