એપશહેર

ગુજરાતના બિલ્ડરો સામે રેરામાં ફરિયાદોનો ઢગલો, મોટાભાગે મેઇન્ટેનન્સના નાણાં જમા ન કરાવ્યાની ફરિયાદ

Gujarat RERA And રેરાને મળેલી ગંભીર ફરિયાદોમાં ઓથોરિટીએ આકરા દંડ સાથે નિકાલ કર્યો છે. તો બીજી તરફ બિલ્ડર સામે મળેલી સૌથી વધુ ફરિયાદો મોટાભાગે બિલ્ડર તરફથી મેઇન્ટેનન્સના નાણાં જમા નહીં કરાવવા અંગેની છે. રેરા પાસે છેલ્લા એક વર્ષમાં માત્ર અમદાવાદમાં જુદી જુદી 218 ફરિયાદો આવી છે. કુલ ત્રણ વર્ષમાં 1101 ફરિયાદો રેરાને મળી છે.

Curated byMitesh Purohit | Agencies 15 Apr 2022, 1:23 pm
રીયલ એસ્ટેટમાં છેલ્લા બે વર્ષમાં રૂ. 3.44 લાખ કરોડના રોકાણ સાથે 9822 પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 4263 પ્રોજેક્ટો પૂર્ણ થઇ ગયા છે અને લોકો તેમાં રહેવા જતા રહ્યાં છે. લોકોને ઘર મળવું કેટલાકને ન મળ્યું એમાંથી વિવાદો શરૂ થતા બિલ્ડરો સાથે જાત જાતની ફરિયાદો થવાનું શરૂ થયું છે. જેમાં રેરા સમક્ષ 3366 ફરિયાદો થઇ છે. કેટલીક ફરિયાદોમાં રેરાએ સમાધાન કરાવ્યું છે, કેટલીક ફરિયાદોમાં દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલાક બિલ્ડરોએ નિયત સમયમાં ફ્લેટના પઝેશન ન આપતા તથા પાર્કિંગની જગ્યામાં દબાણ કરતા હોવાની ફરિયાદો વધુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
I am Gujarat building
ગુજરાતમાં રેરા આવ્યાપછી બિલ્ડિરો સામેની ફરિયાદોમાં વધારો થયો છે.

રાજકોટઃ ટેક્સ હોય કે જન્મ-મૃત્યુના દાખલા બધું જ આંગળીના ટેરવે વોટ્સએપ પર મળી રહેશે
રીયલ એસ્ટેટમાં રેરાનું સ્થાન ન હતું ત્યારે ઉપરોક્ત ફરિયાદો વધુ હતી અને તેનો નિવેડો જેવી જેવી પહોંચ એ મુજબ આવતો હતો. રાજ્ય સરકારે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના બાદ ધીરે ધીરે રીયલ એસ્ટેટમાંથી સડો દૂર થઇ રહ્યો છે. ભૂતકાળમાં પાર્કિંગમાં દુકાનો બનાવી દેવામાં આવતી હતી અને કોમન પ્લોટમાં પણ બાંધકામો કરી દેવામાં આવતા હતા એટલું જ નહીં ધાબુ પણ વેચી મારવામાં આવતુ હતું. મોટા ભાગના બિલ્ડરો સુપર બિલ્ટઅપ 40 ટકાના બદલે 50 ટકાથી વધુ કાપી લેતા હતા. આ ઉપરાંત અન્ય ફરિયાદો પણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતી હતી. સરકારે આ ફરિયાદો નિવારવા માટે રેરાની સ્થાપના કરી હતી. જેના કારણે રીયલ એસ્ટેટમાં ચાલતી ગડબડ મોટા ભાગે દૂર થઇ છે.
Solar Eclipse 2022: આ મહિને લાગી રહ્યું છે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો સૂતક કાળ અને જરુરી બાબતો
રીયલ એસ્ટટમાં જમીન દસ્તાવેજ સાથે પ્લાન પાસની તમામ પ્રક્રિયા રેરામાં દાખલ થયા પછી થતી હોય છે એટલે સામાન્ય નાગરિકને ફ્લેટ લેવા માટે પ્રોજેક્ટ કાયદેસર છે કે કેમ તે ઘરે બેઠા જાણી શકાય છે. બિલ્ડિંગના પ્લના તથા શું શું સુવિધા છે તથા ફ્લેટનું પઝેશન ક્યારે મળશે તેની તમામ માહિતી તેમાં હોય છે અને ફ્લેટની કિંમત પણ તેમાં દર્શાવેી હોય છે. જો કે, ફ્લેટની કિંમતમાં ફેરફાર થઇ શકે છે કારણ કે વ્હાઇટ જ કિંમત રેરામાં દર્શાવેલી હોય છે. બ્લેકની કિંમત રૂબરૂમાં ફ્લેટ બુક કરાવ્યા પછી આપવાની હોય છે, માટે કિંમતમાં ફેરફાર 100 ટકા થતો હોય છે. રેરા પાસે છેલ્લા એક વર્ષમાં માત્ર અમદાવાદમાં જુદી જુદી 218 ફરિયાદો આવી છે. કુલ ત્રણ વર્ષમાં 1101 ફરિયાદો રેરાને મળી છે. ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો કલમ 32 મુજબ ઓન લાઇન ફરિયાદો મળી છે. ચાલુ વર્ષે 70 ફરિયાદો બિલ્ડર વિરુદ્ધ મળી છે. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે, બિલ્ડરે સમયસર પઝેશન આપ્યું નથી. તેમ જ બીયુ મળ્યા પછી બિલ્ડર મેઇન્ટેન્સ ખર્ચનો હિસાબ સભ્યોને આપવાનો રહે છે તેમાં ગડબડ કરી હોય તેવી ફરિયાદો તથા કેટલાક સભ્યો પાસે દર વર્ષે મેઇન્ટેન્સના નાણાં લેવાતા હોવાની ફરિયાદો રેરાને મળી છે અને તેમમાં રેરાએ દંડની કાર્યવાહી પણ કરી છે.
અમેરિકાને આવું તો કોઈએ પહેલા નહીં ઝાટક્યું હોય, એસ. જયશંકરની ગજબ ડિપ્લોમેસીના ફેન થયા લોકો
તાજેતરમાં જ બિલ્ડરે નાંણા સોસાયટીમાં જમા ન કરાવતા રેરાએ વ્યાજ સાથે નાણાં જમા કરાવવા તથા જો ન કરે તો બીજી પ્રોપર્ટી વેચી ન શકે તેવો આદેશ સબ રજિસ્ટ્રાર કચેરીને કર્યો છે. આવા ઘણા આદેશ રેરાએ કર્યા છે. આ ઉપરાંત વ્યાજ સાથે દંડની રકમ વસૂલવા પણ આદેશ કર્યો છે. આવી જ ફરિયાદ બીજા શહેરમાં પણ થઇ છે. જેમાં સૌથી વધુ વડોદરા 108, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 2, વલસાડમા 1 અને અન્ય શહેરમાં 36 ફરિયાદો ઉપર મુજબની થઇ છે.
સાણંદ GIDCમાં બનશે પહેલી શ્રમયોગી હોસ્ટેલ, 1000 જેટલા કામદારોને રહવે અને જમવાની સુવિધા મળશે
રેરાએ ફરિયાદોને જુદી જુદી કેટેગરીમાં કરી દીધી છે અને જુદી જુદી કેટેગરીમાં પણ ફરિયાદોની સંખ્યા વધુ છે અને કેટેગરીમાં જોઇએ તો લવાદી અધિકારીઓને ફરિયાદો(કલમ 71 મુજબ) અમદાવાદમાં 6, વડોદરામાં 8, સુરતમાં 3, ગાંધીનગરમાં 6 અને અન્ય શહેરમાં 2 નોંધાઇ છે હવે ઓફ લાઇન ફરિયાદો પણ વધુ મળી રહી છે. જેમાં અમદાવાદમાં 61, વડોદરામાં 7 અને અન્ય શહેરમાં 37 ફરિયાદ નોંધાઇ છે. કેટલીક ફરિયાદો તથા બિલ્ડર દ્વારા કરાયેલી ભૂલો સંદર્ભે એક પણ વ્યક્તિએ ફરિયાદ ના કરી હોય તેવી ભૂલોને સુઓમોટો રેરાએ કરી છે. જેમાં ચાલુ વર્ષે રેરાએ અમદાવાદમાં 36, વડોદરામાં 35, સુરતમાં 17, રાજકોટમાં 5, ગાંધીનગરમાં 8, વલસાડમાં 1, અન્ય શહેરોમાં 20 સુઓમોટો કરી દંડ ફટકાર્યા છે. આ ફરિયાદો અખબારી અહેવાલો તથા નામ વગરની અરજીઓ અને પછી રેરાના મેમ્બર દ્વારા કરાયેલી તપાસના આધારે દાખલ કરવામાં આવી હતી અને પછી બિલ્ડર સમક્ષ હીયરિંગ કરીને આદેશો કર્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં મને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છેઃ હાર્દિક પટેલ
રેરામાં અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 9822 પ્રોજેક્ટ લોન્ચ થયા હતા અને તેઓના પ્લાન પાસ થતા બિલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 4263 પ્રોજેક્ટ પૂરા થઇ ગયા છે. આ પ્રોજેક્ટ પાછળ 3.44 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. રેરાના 1871 નોંધાયેલા બિલ્ડર છે રેરાના આવ્યા પછી રીયલ એસ્ટેટનો ગ્રોથ સત્તાવાર રીતે વધ્યો છે. તેમની સમસ્યાનો ઉકેલ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્યમાં રેરાના ડેટા અનુસાર છેલ્લા બે વર્ષમાં કુલ 9822 પ્રોજેક્ટ લોન્ચ થયા છે જે પૈકી 4262 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. જેના માટે કુલ 3.44 લાખ રુપિયાનું રોકાણ થયું છે. આ પ્રોજેક્ટ નોંધાવનાર બિલ્ડરોની સંખ્યા 1871 છે અને તેની સામે કુલ ફરિયાદો 2266 થઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો