એપશહેર

કળિયુગની શ્રવણ બની દીકરીઓ, જોધપુરથી અ'વાદ લાવીને માતાને પીડામુક્ત કરી

જોધપુરની હોસ્પિટલોએ ઓપરેશન કરવાનું કહ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા દવાથી જ સાજા થઈ ગયા.

I am Gujarat 22 Sep 2020, 11:59 am
અમદાવાદ: આપણે બધા જાણીએ છે કે માતા પિતાની સેવાનું ઉત્તમ ઉદાહરણ એટલે શ્રવણ. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં રહેતી બે દીકરીઓ પણ કળિયુગની શ્રવણ બનીને તેમની માતાની સેવા કરી રહી છે. જોધપુરના 54 વર્ષીય મીનાબેન ઉપાધ્યાય 4 વર્ષથી યુટ્રસના દર્દને કારણે તકલીફમાં હતા. જોધપુરની સરકારી હોસ્પિટલથી માંડી ઘણી સુવિખ્યાત ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કરાવી પરંતુ નિરાકરણ આવ્યુ નહીં. તકલીફ વધી જતા ખાનગી હોસ્પિટલના તબીબોએ ઓપરેશનનું કહી દીધું તે પણ અતિગંભીર હતું. તેઓના સગા દ્વારા તેમને સિવિલમાં એકવખત બતાવવા કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ માતાને પીડામુક્ત કરાવવા બંને દીકરીઓએ જોધપુરથી મુસાફરી કરીને અમદાવાદ આવી પહોંચ્યા હતા. દીકરીઓએ અજાણ્યા શહેરમાં દોડધામ કરીને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી પોતાની માતાને પીડામુક્ત કરી છે.
I am Gujarat by bringing ahmedabad civil hospital from jodhpur both daughters relieved mother
કળિયુગની શ્રવણ બની દીકરીઓ, જોધપુરથી અ'વાદ લાવીને માતાને પીડામુક્ત કરી


સિવિલની દવાથી જ મહિલા સાજા થઈ ગયા

જ્યારે મીનાબેન સિવિલ પહોચ્યા ત્યારે ગાયનેક વિભાગના તબીબોએ તેમના રિપોર્ટસ કરાવ્યા હતા. જેમાં યુટ્રસમાં ઓપરેશન કરવા જેવી કોઈપણ જાતની આવશ્યકતા લાગતી ન હતી. જેથી તેઓએ મીનાબહેનને 15 દિવસની દવા લખી આપી હતી. તેની સાથે તેમને ગળાના ભાગમાં પણ તકલીફ ધ્યાને આવી. તેમના કફમાં લોહી નીકળતું હતું. જેના માટે સિવિલ હોસ્પિટલના ઈ. એન. ટી. વિભાગ દ્વારા 15 દિવસની દવા લખી આપવામાં આવી. જોધપુરની હોસ્પિટલે તો ઓપરેશન કરવાનું કહ્યું હતું પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મહિલા દવાથી જ સાજા થઈ ગયા હતા.

ઓપરેશન વગર દવા આપીને પીડાઓથી મુક્ત કરી: મીનાબેન, દર્દી

મીનાબેને જણાવ્યું કે, 'અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિવિધ તબીબોએ મળીને ઓપરેશન વગર ફકત દવાથી મારી શ્રેષ્ઠ સારવાર કરી મને વિવિધ પીડાઓમાંથી મુક્તિ આપી છે.' સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાની સાથે-સાથે એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ પણ ધરાવે છે. સિવિલ હોસ્પિટલના એક્સપર્ટ ડૉક્ટર્સ દ્વારા વર્લ્ડમાં ન થતાં હોય તેવા ઓપરેશન કરવામાં આવે છે. અહિંયા આવનાર દરેક દર્દીને એક્સપર્ટ ટીમ દ્વારા સારવાર આપવામાં આવે છે.

દવાથી રાહત છે: દર્દીની દીકરી

જોધપુરમાં સંબંધીએ અમદાવાદ સિવિલમાં બતાવવાનું કહેતા બંને દીકરીઓ માતાને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દર્દીની દીકરીના જણાવ્યા મુજબ જોધુપરની વિવિધ હોસ્પિટલમાં 3થી 4 વર્ષ ફર્યા હતા પરંતુ ઓપરેશનનું જ કહેતા હતા. ઓપરેશન કરાવવા નહોતા માંગતા એટલે સલાહ લેવા માટે સિવિલ આવ્યા હતા. અહીનાં ગાયનેક વિભાગના ડૉક્ટરે જણાવ્યું કે, યુટ્રુસની કોઈ સમસ્યા નથી અને ઓપરેશનની જરૂર નથી અને તેમને 15 દિવસની દવા લખી આપી હતી અને તેમને રાહત મળી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો