એપશહેર

LRD ભરતી: 10 એપ્રિલે લેવાશે લેખિત પરીક્ષા, કોલ લેટર આજથી ડાઉનલોડ કરી શકાશે

LRD Exam Call Letter: લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતીની તારીખ 10 એપ્રિલના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. અગાઉ આ પરીક્ષાના કોલ લેટર જાહેર થવાની તારીખ 3 એપ્રિલ કરવામાં આવી હતી.

Authored byદીપક ભાટી | I am Gujarat 4 Apr 2022, 3:43 pm
ગાંધીનગર: લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમય આવી ગયો છે. આજે સોમવારે બપોરે 1.30 વાગ્યાથી ઓજસ વેબસાઈટ પર એલઆરડીની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ઉમેદવારો આ લિંક આ લિંક પર ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, LRDના કોલ લેટર અગાઉ 3 એપ્રિલથી ઓનલાઇન થવાના હતા. જોકે, આ તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી હતી.
I am Gujarat LRD Exam Call Letter
પ્રતિકાત્મક તસવીર


ભરતીબોર્ડના પ્રમુખ હસમુખ પટેલે આપી માહિતી
આ અંગે લોકરક્ષક દળની ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતીની તારીખ 10 એપ્રિલના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. અગાઉ આ પરીક્ષાના કોલ લેટર જાહેર થવાની તારીખ 3 એપ્રિલ કરવામાં આવી હતી પરંતુ સોમવારથી જાહેર કરવામાં આવ્યા છે.

રવિવારે જાહેર થવાના હતા કોલ લેટર પરંતુ...
પહેલી એપ્રિલે હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઇને પણ કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેમની માટે 10 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજવામાં આવી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story