એપશહેર

અ'વાદ: CBIએ બે મેડિકલ ઓફિસરને 3.50 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા

ફાર્મા કંપનીને લાઈસન્સ આપવા 3.50 લાખની લાંચ લેનારા બે મેડિકલ ઓફિસરને CBIએ રંગેહાથ પકડ્યા, ઘરમાં રેડ દરમિયાન 25 લાખ રોકડા મળ્યા

I am Gujarat 17 May 2021, 10:17 am

હાઈલાઈટ્સ:

  • કંપનીને લાઈસન્સ આપવા માટે માંગી હતી લાંચ
  • કંપનીએ ફરિયાદ કરતા CBIએ છટકું ગોઠવ્યું હતું
  • બંને આરોપીને 3.50 લાખ લેતા રંગેહાથ ઝડપ્યા
  • કોર્ટમાં રજૂ કરાતા બંને ત્રણ દિવસ રિમાન્ડ પર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Untitled
CBI એસીબી ગાંધીનગર
અમદાવાદ: શહેરની એક ફાર્માસ્યુટિકલ કંપનીને લાઈસન્સ આપવા માટે કંપની પાસેથી 3,50,000 ની લાંચ લેતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના બે મેડિકલ ડિવાઈસ ઓફિસરની ગાંધીનગર CBIની એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. પોલીસે બન્ને આરોપીના ઘર તપાસ કરતા રૂ.25,00,000 રોકડા મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદઃ રમકડાના વેપારી પાસેથી CGSTના જોઈન્ટ કમિશનર નિતુ સિંહ ₹1.5 લાખની લાંચ લેતા ઝડપાયાઘટનાની વિગતો એવી છે કે, વટવા જીઆઈડીસીમાં આવેલી મે હાઈજિયા ઓર્થો પ્રાઈવેટ લિમિટેડના જિજ્ઞેશ પટેલ ગાંધીનગર સીબીઆઈને 12મીના રોજ લેખિત ફરિયાદ આપી હતી કે, અમારી કંપની (ઓર્થોપેડિક ઈમ્પલાન્ટ્સ મેન્યુફેક્ચરિંગ)માં મેડિકલ ઓફિસર ઈન્સ્પેક્શન કરવા આવવાના હતા. જેથી કંપની તરફથી ઓફિસર પરાગ ગૌતમ અને એન.આર.મોહનને શાહીબાગથી મોટેરા લઈ ગયા હતા. જ્યાં બંને અધિકારી પૈકી પરરાગ ગૌતમે 3 લાખ અને મોહને 4-5 લાખની લાંચ માગી હતી. જેથી CBIએ બંનેને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું અને તક મળતા જ ઝડપી લીધા હતા.
લાંચ કેસમાં ACBએ રેડ પાડી તો તલાટીએ ગેસ પર રૂ. 15 લાખ સળગાવી દીધાત્યારબાજ સીબીાઈએ બંને ઓફિસર સામે લાંચની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં બંને અધિકારીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલે રિમાન્ડ અરજીએ અંગે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ સાથે બીજું કોણ-કોણ સંડોવાયેલું છે, આરોપીઓએ આ સિવાય કેટલની જગ્યાએથી લાંચ લીધી છે. તેમજ આરોપીઓની મિલકતની તપાસ જરૂરી છે સહિતના મુદ્દાઓની રજૂઆત કરતા કોટ્રે બંને લાંચ અધિકારીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
50 લાખના તોડના કેસમાં ASI પ્રકાશસિંહને જામીન, પરંતુ બીજા એક ગુનામાં થઈ ધરપકડઘરમાં તપાસ દરમિયાન 25 લાખ મળી આવ્યાCBIની ટીમે બે મેડિકલ ઓફિસરને 3.50 લાખ લેતા રંગેહાથ ઝડપ્યા બાદ બંનેના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન પરાગ ગૌતમના ઘરેથી 13.90 લાખ રોકડ અને કેટલીક કંપનીઓના દસ્તાવેજ મળી આવ્યા હતા. જ્યારે અન્ય લાંચ અધિકારી એન.આર. મોહનના ઘરેથી પણ 11.40 લાખ કેશ અને કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો