એપશહેર

ભરૂચ નજીક બુલેટ ટ્રેનના રૂટ પર કબ્રસ્તાન, જમીન સંપાદનને લઈને વિવાદ

કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ વક્ફ ટ્રિબ્યુનલને અપીલ કરી, બુલેટ ટ્રેનના બ્રિજ માટે પિલર માટે જમીન સંપાદન કરવાની છે

I am Gujarat 26 Feb 2021, 5:26 pm

હાઈલાઈટ્સ:

  • ભરૂચથી પાંચ કિમી દૂર આવેલા થામ ગામનું કબ્રસ્તાન બુલેટ ટ્રેનના રૂટ પર આવે છે
  • બુલેટ ટ્રેન માટેના બ્રિજના પિલર માટે કબ્રસ્તાનની જમીન સંપાદન કરવાની છે
  • કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ વક્ફ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને વાતની જાણ કરી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat cemetery
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના રૂટ પર ભરૂચ નજીક એક કબ્રસ્તાન આવે છે અને તેની જમીન સંપાદન કરવા માટે કબ્રસ્તાનનો નોટિસ આપવામાં આવી છે. જેને લઈને કબ્રસ્તાનના ટ્રસ્ટીઓએ ગુજરાત સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો છે. અહીંથી બુલેટ ટ્રેન બ્રિજ પરથી પસાર થવાની છે અને તેના પિલર કબ્રસ્તાનનીન જમીન પર લગાવવા માટે આ જમીન સંપાદન કરવાની છે.
ભરૂચથી પાંચ કિમી દૂર થામ ગામમાં આ કબ્રસ્તાન આવેલું છે. 2018મા નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)ની જમીન સંપાદન ઓથોરિટી તરફથી કબ્રસ્તાનને નોટિસ આપવામાં આવી છે જેમાં આ પ્રોજેક્ટ માટે કબ્રસ્તાનની જમીન સંપાદન કરવાની હોવાનું કહેવામાં આવ્યું છે.

કબ્રસ્તાનની દેખરેખ કરી રહેલી કમિટીએ ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. કમિટીની કહેવામાં આવ્યું હતું કે કબ્રસ્તાનની જે જમીન સંપાદન કરવાની છે ત્યાં કોઈ કબર નથી. ટ્રસ્ટીઓ પણ બુલેટ ટ્રેન માટે જમીનને લઈને સહમત થયા હતા. આ અંગે એક ટ્રસ્ટી સલીમ ચાંદે જણાવ્યું હતું કે, બાદમાં અમને જાણવા મળ્યું હતું કે જે જમીન સંપાદન કરવામાં આવશે તે અલગ છે અને ત્યાં 125 કબર રહેલી છે. જમીનના તે જ ભાગમાં એક મસ્જિદ પણ છે. તેથી અમે આ જમીન સંપાદનનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું.

કમિટીએ ઓગસ્ટ 2018મા આ કબ્રસ્તાન વક્ફની સંપતિ તરીકે રેજિસ્ટર કરી હતી. ટ્રસ્ટીઓએ સત્તાવાળાઓને પોતાની વાત જણાવી હતી જેથી કરીને કબ્રસ્તાનના તે ભાગને બચાવી શકાય. જ્યારે તેમને સત્તાવાળા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી ત્યારે તેમણે વક્ફ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આ વક્ફની ધારા 51 અને 91નું ઉલ્લંઘન છે. જે મુજબ વક્ફની પ્રોપર્ટીને અલગ કરી શકાય નહીં અને જો જમીન સંપાદન કરવી હોય તો જિલ્લા કલેક્ટરે સ્ટેટ વક્ફ બોર્ડને નોટિસ આપવી જોઈએ. ટ્રિબ્યુનલે ગત વર્ષે નોટિસ આપી હતી પરંતુ કોવિડ-19 લોકડાઉનના કારણે પ્રક્રિયા ધીમી પડી હતી.

Read Next Story