એપશહેર

સિક્કા થર્મલ પાવર સ્ટેશનની સુરક્ષા CISFને હવાલે

I am Gujarat 10 Jul 2016, 11:57 pm
નવગુજરાત સમય > ગાંધીનગર
I am Gujarat gujarat/ahmedabad/cisf
સિક્કા થર્મલ પાવર સ્ટેશનની સુરક્ષા CISFને હવાલે


– દેશના દરિયાઇ અને જમીનથી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા ગુજરાતના કાંઠા વિસ્તારોમાં હવે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની વોચ ચુસ્ત બનાવવામાં આવી છે તેની સાથોસાથ રાષ્ટ્રીય મહત્વના એવા સ્થળોની સુરક્ષાને સંભવિત ખતરા સામે સલામતીના કવચમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તાજેતરમાં જ આવા સ્થળોની સુરક્ષાને લગતી સમીક્ષા બેઠકમાં રજૂ થયેલા અહેવાલ બાદ જામનગર જિલ્લામાં આવેલા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના સિક્કા પાવર સ્ટેશનને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઇએસએફ)ને સુરક્ષાની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે તાજેતરમાં પશ્ચિમી રાજ્યો તેમજ દરિયાઇ રાજ્યોની સુરક્ષા અંગે મુંબઇમાં મળેલી બેઠક બાદ જામનગર ઉપરાંત મધ્યપ્રદેશના નરસિંગપુર જિલ્લામાં આવેલા ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ (ભેલ)ના ગડવારા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટને સીઆઇએસએફનું સુરક્ષા કવચ પૂરું પાડવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો છે. જામનગર અને મધ્યપ્રદેશના બન્ને થર્મલ પાવર સ્ટેશન માટે 230 સીઆઇએસએફના કમાન્ડો ચોવીસ કલાક સુરક્ષા માટે રહેશે. ‘આ બન્ને થર્મલ પાવર સ્ટેશન અંગે સંભવિત ખતરાની સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાયો છે,’ તેમ સૂત્રોએ ઉમેર્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો