એપશહેર

અમદાવાદ: મંદિરમાં દર્શન કરવા ગયેલા CMOના ક્લાર્કના ટૂ-વ્હીલરમાંથી ચોરાઈ બેગ

બુધવારે સવારે જ્યારે તેઓ ઓફિસ જવા માટે નીકળ્યા ત્યારે સ્વામિનારાયણ મંદિરની બહાર સ્કૂટર પાર્ક કર્યું અને દર્શન કરવા માટે ગયા હતા.

I am Gujarat 26 Oct 2020, 6:15 pm
અમદાવાદ: અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા અને મુખ્યમંત્રીની ઓફિસમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા કર્મચારીની રૂપિયા 10 હજાર ભરેલી ઓફિસ બેગ ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ઓફિસ જતા પહેલા જ્યારે તેઓ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા ત્યારે પોતાના ટૂ-વ્હીલરમાં બેગ મૂકી રાખી હતી. તેઓ જ્યારે દર્શન કરીને પાછા આવીને જોયું તો આ બેગ તેમના ટૂ-વ્હીલરમાંથી ગુમ હતી. આ સંદર્ભે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
I am Gujarat q4


ફરિયાદી પિનાકિન પુરોહિત મણિનગરમાં આવેલી નરનારાયણ સોસાયટીમાં રહે છે અને CMO, ગાંધીનગરમાં ક્લાર્ક છે. તેઓ દરરોજ સવારે ઓફિસ જાય તે પહેલા મણિનગર વિસ્તારના રામબાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જાય છે. બુધવારે સવારે જ્યારે તેઓ ઓફિસ જવા માટે નીકળ્યા ત્યારે સ્વામિનારાયણ મંદિરની બહાર સ્કૂટર પાર્ક કર્યું અને દર્શન કરવા માટે ગયા હતા.

તેઓ તેમના ટૂ-વ્હીલરમાં ઓફિસ બેગ મૂકી રાખીને દર્શન કરવા માટે ગયા હતા. તેમની બેગમાં રૂપિયા 10,000 હતા. તેઓ જ્યારે મંદિરમાં દર્શન કરીને પરત ફર્યા ત્યારે જોયું તો તેમના ટૂ-વ્હીલરમાં ઓફિસ બેગ નહોતી. તેમના ટૂ-વ્હીલરમાંથી રૂપિયા 10,000 ભરેલી આ બેગ ચોરાઈ ગઈ હતી. તેમણે આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને ત્યારબાદ ફરિયાદ પણ નોંધાવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો