એપશહેર

ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીઝ પણ ખૂલી જશે

Authored byBharat Yagnik | TNN 27 Oct 2020, 8:39 am
ગાંધીનગરઃ રાજ્ય સરકાર સ્કૂલની જેમ કોલેજ અને યુનિવર્સિટીઝ કેમ્પસ પણ આગામી દિવાળી વેકેશન પછી શરું કરવા માટે વિચારી રહી છે. જેનાથી કોરોના મહામારીના કારણે ઉચ્ચ શિક્ષણ સંકુલમાં શરું થયેલા ઓનલાઇન અભ્યાસની સંખ્યા ઘટશે.
I am Gujarat collages and universities may open in gujarat after diwali
ગુજરાતમાં દિવાળી પછી કોલેજ અને યુનિવર્સિટીઝ પણ ખૂલી જશે


રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “સરકાર નવમા ધોરણથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે નિયમિત શાળા શરૂ કરવાની વિચારણા કરી રહી છે, તેથી કોલેજો અને યુનિવર્સિટીઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનું કોઈ કારણ નથી. કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પુખ્ત વયના છે અને કોરોનાવાયરસ સામે સાવચેતી કેવી રીતે લેવી તે જાણે છે. ”

હાલમાં 2000 કોલેજ અને 45 યુનિવર્સિટીના આશરે 20 લાખ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોલેજો અને યુનિવર્સિટીઓએ પહેલેથી જ માંગ કરી છે કે તેમને ફરીથી કેમ્પસ શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. ભારત સરકારે જારી કરેલી માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકાર 23 નવેમ્બરથી શાળાઓમાં ઓન કેમ્પસ શિક્ષણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં યુનિવર્સિટીઓ અને કોલેજોના સંગઠનો સાથે પરામર્શ શરૂ કરશે અને દિવાળી પછી કોલેજો અને યુનિવર્સિટીઓમાં કેમ્પસ શિક્ષણ શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરવાની કવાયત શરૂ કરશે.

જોકે વિદ્યાર્થીઓની સુરક્ષાના તમામ પાસાઓની વિચારણા કર્યા પછી આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે, 'તેમ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી.
લેખક વિશે
Bharat Yagnik
Bharat Yagnik is special correspondent at The Times of India, Ahmedabad, and reports on education-related issues, including primary school and higher and technical education. His interest areas include travelling and has recently been to Mansarovar.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો